વડોદરા: શહેરના વીઆઇપી રોડ પર વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને વિધર્મી યુવક ભગાડી ગયો હતો.જેની યુવતીને ભાઇએ હરણી પોલીસમાં અરજી આપી હતી. જે ઘટના એક મહિનો થવા આવ્યો હોવા છતાં પોલીસે કોઇ જ કાર્યવાહી ન કરી પગ પર પગ રાખીને બેસી રહી હતી. રવિવારે પોલીસે યુવતીને ભાઇને બોલાવીને એક મહિનાથી બંધ ફાઇલ રિઓપન કરીને બીજીવાર તેમનું નિવેદન લઇને યુવતી તો વતનથી ભાગી છે તેવું કહી અરજી લઇ શેહરા પોલીસમાં મોકલીશુ તેમ જણાવ્યું હતું. આમ હરણી પોલીસે તેમની નિષ્ક્રિય કાર્યવાહી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે તેવો પરીજનોએ આક્ષેપ કર્યો છે.
ગોધરા તાલુકાના રનતપુર ગામે રહેતા પંકજભાઇ મગનભાઇ પરમારના લગ્ન વીઆઇપી રોડ પર આવેલા જલારામ નગરમાં રહેતી યુવતી સાથે થયા હતા. લગ્નના ફળ સ્વરૂપ પરીણિતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ત્રણચાર વર્ષ સાસરીમાં રહ્યા બાદ પરીણિતા તેમના પતિ સાથે વડોદરામાં ભાડાના મકાનમાં રહેતી હતી. 17 નવેમ્બરે પરીણિતા તેમના સંતાનોને લઇને તેમના વતન નોંદરવા ગામે ગઇ હતી. ત્યાંથી તેમના સંબંધીએ વડોદરા આવવા વાહનમાં પણ બેસાડ્યા હતા. પરંતુ પરીણિતા ત્રણ બાળકો સાથે પરત ન આવી ન હતી અને વિધર્મી યુવક સાથે ભાગી ગઇ હતી. જેથી પરીણિતાના ભાઇએ 18 નવેમ્બરે હરણી પોલીસમાં વિધર્મી યુવક ભગાડી ગયો હોવાની અરજી આપી હોવા છતાં હરણી પોલીસે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. અરજીદાર ભાઇ જ્યારે ફોન કરીને પૂછતા હતા ત્યારે તપાસ અધિકારી દ્વારા તપાસ ચાલુ છે. ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. પરીણિતા વિષે કોઇ માહિતી મળશે તમને બોલાવીશું તેમ કહી અધિકારીઓ છુટી જતા હતા. પરંતુ લવજેહાદ જેવા ગંભીર બનાવ હોવા છતાં હરણી પોલીસે નિષ્ક્રિયતા દાખવી હતી.ગુજરાત મિત્રમાં વિધર્મી યુવતીને ભગાડી ગયો હોવાના સમાચાર પ્રસિદ્ધ થતા હરણી પોલીસે ફરી યુવતીને ભાઇને બોલાવી બીજીવાર તેમનું નિવેદન લીધું હતું. હરણી પોલીસે તેમની બેદરકારી ભરેલી કાર્યવાહી પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો યુવતીન પિયર પક્ષના સભ્યોએ આક્ષેપ
કર્યો છે.
હુએ હાલોલ પોલીસમાં કોઇ અરજી કે ફરિયાદ આપી નથી
હરણી પોલીસ સ્ટેશનમાં અરજી આપનાર યુવતીના ભાઇને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હુ જલારામનગરમાં રહું છે અને મારી બહેન પણ અમારી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. જેથી હુંએ હરણીમાં જ અરજી આપી છે. હાલોલ પોલીસમાં મેં કોઇ અરજી કે ફરિયાદ આપી નથી તો પછી ત્યાં પોલીસ તપાસ કરે કેવી રીતે? હરણી પોલીસ પોતાના મનનું બેસાડીને કહે છે તેઓ માત્ર પોતાની બેદરકારી છુપાવવા માગે છે.