surat : શહેરમાં માર્ચ–2020થી ફેલાયેલી કોરોના ( corona) મહામારીમાં સુરત મહાનગરપાલિકાના 22 હજાર જેટલા કર્મચારીઓ તથા કામદાર ભાઈ–બહેનો પોતાના જીવના જોખમે પણ સતત ફરજ બજાવી રહ્યા છે. આ મહામારીમાં કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકાના 2 હજારથી વધુ કર્મચારીઓ આજદિન સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. 43 જેટલા કર્મચારીનું અવસાન થયું છે. આ તમામ કર્મચારીઓ કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા હતા. આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓનું દુઃખદ અવસાન થાય તો ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” અંતર્ગત રૂ.50 લાખ અને રાજ્ય સ૨કાર દ્વારા રૂ.25 લાખના વીમા સહાયની યોજનાની જાહેરાત કરી હતી. આજદિન સુધી ફક્ત 4 કર્મચારીના આશ્રિત પરિવારોને આ સહાય મળી છે. અન્ય 22 કર્મચારી ( employee) ને આજદિન સુધી સહાય મળી નથી. જેથી સુરત સુધરાઈ કામદારમંડળ સહિત અન્ય યુનિયનોએ આજે પદાધિકારીઓને આ અંગે રજૂઆત કરી હતી.
કોરોનાના કપરા સમયમાં જ્યારે મનપાના ( smc) કેટલાય કર્મચારીઓએ પોતાના જીવ જોખમમાં મૂકીને શહેરના લોકો માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. આ જ લોકોના મોત બાદ તેમના પરિવારના સભ્યો હાલ તેમના જ પૈસા માટે માંગણીઓ કરી રહ્યા છે, પરંતુ મનપા તેમણે તેમના હક માટે ધર્મના ધક્કા ખવડાવી રહ્યા છે. સરકાર દ્વારા જ જાહેરાત કરાઇ હતી કે અવસાન પામેલા કર્મીઓને 25 લાખની સહાય આપવામાં આવશે. ત્યારે 22 જેટલા કર્મીઓના પરિવારને હજુ સુધી આ સહાય મળી નથી. જે અંગે મૃતકના પરિવારના સભ્યો અને કામદાર મંડળ દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા તબીબોની ( docters) 14 પૈકીની 10 જેટલી માંગણીઓ મંજૂર કરી અત્યંત હકારાત્મક નિર્ણય લીધો છે. રૂપાણી સરકાર ( rupani goverment) દ્વારા તબીબી શિક્ષકોની 14 પૈકીની 10 માંગણી મંજૂર કરી છે. પરંતુ બાકી રહેલી અતિ મહત્ત્વની 4 માંગણી લાંબા સમયથી પડતર પ્રશ્ન બાકી છે. પરંતુ સરકારે તેના પર ધ્યાન આપ્યું નથી. જે બાબતે તબીબી શિક્ષકો અત્યંત સંવેદનશીલ છે. આ બાબતે સુરત સિવિલના તબીબી શિક્ષક ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, સરકારના હકારાત્મક પગલાંથી પ્રેરિત થઇ તબીબી શિક્ષકો હડતાળ પર હોવા છતાં કોરોનાની મહામારીના દર્દીઓને મુશ્કેલી ન પડે એ માટે કોવિડ ફરજો બજાવશે. તદઉપરાંત તમામ ઇમરજન્સી સેવાઓ અને ફરજો ચાલુ રહેશે.