Vadodara

પાણી પુરવઠાના 150 કામદારને બે માસથી પગાર ન આપતા રજૂઆત

વડોદરા : મહાનગર પાલિકાના પાણી-પુરવઠા ના ૧૫૦થી વધુ કર્મચારીઓને બે મહિનાનું બાકી વેતન ના આપતા પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જૂના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાકટ મે મહિનામાં પૂરો થવાથી કોન્ટ્રાક્ટરે બાકી નો પગાર પાલિકા પાસે મળશે એમ કહેતા વિવિધ પાણીની ટાંકીના ઓપરેટરો આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા મહાનગર પાલિકામાં શહેરના વિવિધ ટાંકીઓમાં ઓપરેટર કામ કરો કામ કરે છે. જુના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ મે મહિનામાં પૂરો થયા બાદ જૂન અને જુલાઈનો પગાર પાલિકા પાસે મળશે તેમ કોન્ટેક્ટટરે કામદારોને કહેતા કામદારો છેલ્લા બે મહિનાથી પગારથી વંચીત હોવાથી તેઓ અગાઉ એન્જિનિયર વિભાગમાં રજૂઆત કરી હતી.

જોકે એન્જિનિયર વિભાગે જલદીમાં જલદી પગાર આપવામાં આવશે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને કામદારોને પગારમાં હાલાકી પડતા તેઓ આજે ભેગા થઈને પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં સૂત્રોચ્ચાર કરીને ડે. કમિશનર સુધીર પટેલને રજૂઆત કરાઈ હતી. ડે.કમિશનર સુધીર  પટેલે જણાવ્યું હતું કે, હજુ પાણી પુરવઠા વિભાગ ટાકી ઓ નો નવો કોન્ટ્રાકટર નું ટ્રેન્ડર હજુ અપાયું નથી,ઓપરેટરો ની માગ થોડાક દિવસોમાં સંતોષ થઇ જશે.

Most Popular

To Top