વડોદરા : વડોદરા શહેર પોલીસ વિભાગની શી ટિમની વધુ એક સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી છે.મંદિરમાં આરતી માટે ગયેલ 20 વર્ષીય બાળક ઘરે પરત ન ફરતા પરિવાર જનો ચિંતાતુર બન્યા હતા.જોકે આ બાળકનો વારસિયા પોલીસ મથકની શી ટીમે પિતા સાથે મેળાપ કરાવતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.જ્યારે પિતાએ શી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. શહેરના વારસિયા પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસના કંટ્રોલરૂમ પરથી આવેલ વર્ધીના આધારે ખોડિયાર નગરથી વારસીયા તરફ જવાનાં રસ્તા પર બોમ્બે હેર આર્ટ પાસે એક મંદ બુધ્ધિ બાળક મળી આવ્યું હતું.
જેની સાથે વારસિયા પોલીસ મથકની શી ટિમ દ્વારા માનવીય સ્વભાવથી વાત ચીત કરી નામ ઠામ પૂછતાં તે મંદ બુધ્ધિનું તેમજ બોલી શકે તેમ ન હોય જેથી તેને પોલીસ સ્ટેશનમાં લાવી ચા-નાસ્તો કરાવી તેના વિશે વધુ જાણવાની કોશિશ કરાઈ હતી.પરંતુ કોઈ હકીકત જાણવા મળી ન હતી.જેથી બાળકનો ફોટો સોશિયલ મિડિયા ગ્રુપ પર શેર કરતા તેના વાલીને જાણ થતાં બાળકને લેવા વારસીયા પોલીસ સ્ટેશનમાં લેવા માટે આવી પહોંચ્યા હતા.જ્યાં વારસીયા પોલીસ મથકની શી -ટીમ દ્રારા વાલીને બાળક સાથેના સંબંધની પૂછપરછ કરતા તેવોએ બાળકના પિતા નામે રાજેશભાઈ લાલજીભાઈ રબારી હોવાનું જણાવ્યું હતું.
તેમજ બાળક તેના પિતાને ઓળખી જતા ભાવવિભોર થઈ ગયા હતા.જેમાં તેના પિતાની વધુ પૂછપરછ કરતા બાળકનું નામ કિરણ રાજેશભાઇ રબારી ઉ.વ 20 નું હોવાનું તેમજ ઓળખનો પુરાવો આપી અમારું બાળક મંદ બુધ્ધિ ધરાવતું હોય જે ગત રોજ સાંજના સુમારે અમારા ઘરની બાજુમાં આવેલ મહાદેવ મંદિર ખાતે આરતી માટે ગયું હતું.પરંતુ મોડે સુધી ઘરે પરત નહીં આવતા તેની શોધખોળ કરી હતી.પરંતુ તે મળી આવેલ ન હતો.જેની સોશિયલ મીડિયા પર જાણ થતાં વારસીયા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે તેમ જણાવ્યું હતું.જેથી તમામ માહિતી મેળવી વારસીયા શી-ટીમ દ્રારા બાળક સાથે તેના પિતાનો મેળાપ કરાવતા હર્ષભીની આંખે વારસીયા શી-ટીમનો પિતાએ આભાર વ્યક્ત કર્યો હતો.નોંધનીય છે કે શહેર પોલીસ કમિશ્નર દ્વારા શરૂ કરાયેલ શી ટિમનો અભિગમ ખરેખર પ્રશંશાને પાત્ર છે. જ્યારે વારસિયા પોલીસ મથકની શી ટીમે પિતાનો-બાળક સાથે મેળાપ કરાવી સારી સારસાંભળ રાખવા સમજ આપી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.