DELHI : દિલ્હી-એનસીઆરમાં ઇન્ટરનેટ (INTERNET) સેવા બંધ થતાં કરોડો વપરાશકારો પ્રભાવિત થયા છે. મંગળવારે ગૃહમંત્રાલયે દિલ્હી-એનસીઆર (DELHI – NCR) ના ઘણા વિસ્તારોમાં મોબાઇલ-ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. ખેડુતોની ટ્રેક્ટર રેલી (TRACTOR RALLY) દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહમંત્રાલયે એનસીટીના સિંઘુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઇ અને તેના નજીકના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે, હવે પછીના ઓર્ડર સુધી આ સેવાઓ બંધ રહેશે. તે જ સમયે, હરિયાણાના ત્રણ જિલ્લાઓ – સોનીપત, પલવાલ અને ઝજ્જરમાં ટેલિકોમ સેવા (TELECOM SERVICE) આજે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી.
ઇન્ટરનેટ સેવાઓ બંધ થતાં બાળકોના ઓનલાઈન વર્ગોને પણ અસર થઈ છે. કોરોનાને ધ્યાનમાં રાખીને, શાળામાં ફક્ત દસમા અને બારમા ધોરણના બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જે બાળકો શાળાએ જતાં નથી તે ઓનલાઇન વર્ગો દ્વારા ઘરેથી અભ્યાસ કરે છે, પરંતુ ઇન્ટરનેટ સેવા ખોરવાઈ જવાને કારણે ઓનલાઈન વર્ગો પ્રભાવિત થઈ રહ્યા છે અને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
એટલું જ નહીં, કોરોના યુગમાં ઘણી ઓફિસોએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ ઇન્ટરનેટ સેવા બંધ થતાં તેમના કામ પર અસર પડી છે. હાલમાં, ઘણા લોકો વર્ક ફ્રોમ હોમથી કામ કરી રહ્યા છે, પરંતુ ગઈકાલે સાંજથી ઇન્ટરનેટ સેવા બંધ રાખવાના કારણે કામને અસર થઈ છે.
હરિયાણાના ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ ગઈ છે
દિલ્હી-એનસીઆર સિવાય હરિયાણા સરકારે મોબાઇલ-ઇન્ટરનેટ બંધ કરવાની જાહેરાત કરી હતી. હરિયાણા સરકારે સોનેપત, પલવાલ અને ઝજ્જર જિલ્લામાં ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે, આ સેવાઓ આજે સાંજ પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. અહીં ફક્ત વોઇસકોલ જ ચાલુ રહશે.અફવાઓ અને ખોટી માહિતીના પ્રસારને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે આજે રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
તેમ છતાં ગૃહ મંત્રાલયે ઇન્ટરનેટ સેવાઓ – મોબાઇલ અથવા હોમ બ્રોડબેન્ડ વિશે ખાસ કંઈપણ સ્પષ્ટ કર્યું નથી, શહેરના મોટા ભાગના વપરાશકર્તાઓને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, દિલ્હીમાં લગભગ 5.2 કરોડ મોબાઇલ યુઝર્સ છે.