આજનાં ડીજીટલ યુગમાં ઈન્ટરનેટ વગર બધું નકામું હોય એવું લાગે છે. ઈન્ટરનેટની ખૂબજ સમસ્યા જોવા મળે છે. નેટવર્ક ન આવવાને કારણે કેટલીકવાર કોમ્પ્યુટર બેકમાં, સરકારી ઓફીસોમાં ઠપ જવાને કારણે પ્રજાએ હેરાન થવું પડે છે.એક અખબારી હેવાલ મુજબ ઈન્ટરનેટની બાબતમાં હજુ પણ આપણો ભારત દેશ, પાકિસ્તાન કે નેપાળ જેવાં દેશોથી પણ પાછળ છે. નેટ ન પકડાવાથી સ્માર્ટફોલોનો પણ કાંઈ અર્થ રહેતો નથી. મોબાઈલમાં Can’t Connection to the network એવું વારંવાર આવે છે. હવે આ બાબતે સરકારે જાગવું જોઈએ તેમજ કનેકટીવી વધે તે માટે સરકારે તેમજ મોબાઈલ કંપનીવાળાએ સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. તલિયારા – હિતેશકુમાર એસ. દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ઈન્ટરનેટની સમસ્યા
By
Posted on