બે વર્ષ બાદ ફરી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ: એક પણ વિમાન ચીનની ઉડાન ભરશે નહીં

નવી દિલ્હ: આજથી 40 દેશોની છ ભારતીય (Indian) અને 60 વિદેશી એરલાઈન્સની ફ્લાઈટ્સ (Airlines Flight) શરૂ થઈ રહી છે. હાલમાં જે દેશોમાંથી એરલાઇન સેવાઓને મંજૂરી આપવામાં આવી છે તેમાં ચીનનું (China) નામ નથી. તેથી એક પણ ફ્લાઇટ્સ ચીનની ઉડાન ભરશે નહીં. બે વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ વિદેશની ફ્લાઈટ (International) માટે આકાશ ખુલ્લું થઈ ગયું છે. છતાં પણ કોરોના (Corona) નિયમોનું (Guideline) પાલન કવાનું રહેશે. પરંતુ ક્રૂ મેમ્બરોએ હવે PPE કિટ પહેરવી પડશે નહીં. પરંતુ યાત્રીઓએ વિમાનની અંદર અને એરપોર્ટ (Airport) પર માસ્ક (Mask) પહેરવું જરૂરી રહેશે.

હાલમાં દર અઠવાડિયે 3,249 ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવશે. આ પહેલા ફ્લાઇટ્સનું ભાડું નોંધપાત્ર રીતે વધ્યું હતું. જ્યારે સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થશે ત્યારે ભાડું ઓછું રહેશે. સ્થાનિક અને વિદેશી કંપનીઓએ નિયમિત ફ્લાઇટ શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સરકારની જાહેરાત બાદ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બુકિંગમાં 30 ટકા અને પૂછપરછમાં 170 ટકાનો વધારો થયો છે.

જો કે, જો રૂસો-યુક્રેન યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થાય છે, તો ભાડામાં ફરી વધારો થવાની ધારણા છે. કોરોનાના વધતા કેસોને કારણે 19 માર્ચ, 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, કોરોના પહેલા ભારતમાંથી લગભગ 20 મિલિયન પ્રવાસીઓ વાર્ષિક અન્ય દેશોમાં જતા હતા. આ દરમિયાન 1 કરોડ 85 લાખ મુસાફરો વિદેશથી આવતા હતા.

ટાટા ગ્રુપ એરલાઇન્સની નજીકના પ્રીમિયમ રૂટ્સ
ઈન્ડિગો દર અઠવાડિયે 505 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. તેની પાસે તમામ એરલાઇન્સમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન હશે. આ પછી, એર ઈન્ડિયા (361), AI એક્સપ્રેસ (340) અને અમીરાત (170) સૌથી વધુ ફ્લાઈટ્સ હશે.ટાટા ગ્રૂપની એરલાઇન્સ – AI, AI એક્સપ્રેસ અને વિસ્તારા દર અઠવાડિયે કુલ 757 ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ઉત્તર અમેરિકા, યુરોપ, પૂર્વ અને ઓસ્ટ્રેલિયામાં ઓપરેટ કરનારી તે એકમાત્ર ભારતીય એરલાઇન હશે.

વિદેશ જતા લોકોને બૂસ્ટર ડોઝ આપી શકાશે!
વિદેશ પ્રવાસ કરવા ઈચ્છતા લોકોને ટૂંક સમયમાં બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વિદેશ જતા પ્રવાસીઓએ ખાનગી રસીકરણ કેન્દ્રોમાં બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ અને તેના માટે ચૂકવણી કરવી જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. હાલમાં દેશમાં હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-19 વિરોધી રસીની સાવચેતીભરી માત્રા આપવામાં આવી રહી છે.

Most Popular

To Top