Vadodara

વ્યાજખોર જીવન ભરવાડને પાસા કરી પોરબંદરની જેલમાં મોકલાયો

વડોદરા : આજવા રોડ પર આવેલા રણુજાનગરમાં રહેતા જીવન નાથાભાઇ જોગરાણા (ભરવાડ) (ઉં.વ.42) વગર લાયસન્સે નાણા ધીરધારનો ધંધો ઘણા સમયથી કરતો હતો તેની પાસેથી એક જરૂરિયાતમંદે રૂપિયાના જરૂરીયાત હોવાથી 5 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં સિક્યુરીટી પેટે ફ્લેટનો સાડા 6 લાખનો વેચાણ કર્યા બાબતનું નોટરાઇઝ લખાણ કરી તેમજ કોરા ગ્રાહકની સહીવાળા ચેક લઇ લીધા હતા અને રૂપિયાની ઊઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી 11 જાન્યુઆરી તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.. તેવી જ રીતે લગ્નના ખર્ચાના કારણે ભીંસમાં આવેલી ગયેલા ગ્રાહકે તેની જીવન ભરવાડ પાસેથી 5 લાખ ત્રણટકા વ્યાજે લીધા હતા.

જેના બદલામા સિક્યુરિટી પેટે ગ્રાહકની માતાની માલિકીનું મકાન સાડા 6 લાખમાં લખાવી લીધુ હતું. ત્યારબાદ રૂપિયાની સગવડ ન થતા વ્યાજ આપવાનું બંધ કરતા ભરવાડે રૂપિયાની માંગણી કરી વોટ્સએપમાં રૂપિયા ન થાય તો અન્ય મકાન શોધી લેવાની ધમકી આપી હતી. જેની 13 જાન્યુઆરી ફરિયાદ નોંધાવી હતી. આમ જીવન ભરવાડ લોકો પાસેથી ઉંચા દરે વ્યાજની વસૂલાત કરે છે અને વ્યાજ વસૂલવા માટે રૂપિયા આપવામાં વિલંબ થાય તો ગ્રાહકોને ધમકી આપી સિક્યુરિટી પેટે ચેક અને પ્રોમિસરી નોટી લખાવી વારંવાર નાણાની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.જેથી જીવણ ભરવાડના ગ્રાહકોમાં ઘણો ડર છે. તેના વિરૂ્દ્ધ વાડી પોલીસ સ્ટેશનમાં ઉંચા વ્યાજે નાણા વસૂલવા સાથે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા સાથે ગ્રાહકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની બે ફરિયાદ નોંધાઇ હતી. જેથી પો.કમિશનર દ્વારા પાસાનું વારંટ કરતા પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરીને પોરબંદર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

Most Popular

To Top