મધર ઈન્ડિયા 1957માં બનેલી ફિલ્મમાં વ્યાજનો જે હિસાબ હતો એ 2023માં પણ બદલાયો નથી. એ કેટલી આઘાતજનક બાબત છે ? આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી હોય ત્યારે આપણે જાણે 1957ના દિવસોમાં જ છીએ. તકલીફમાં પૈસા લેનાર વ્યકિત સ્વાભાવિક રીતે જ ઓછી આવક પર નભતા નાના વ્યાપાર કે નાની-મોટી નોકરી પર જીવનાર વ્યકિત હોય. એની પાસે મૂળ રકમ ચૂકવવાના પૈસા કદી ન જ આવે. વ્યાજખોરો માટે આનાથી વધુ ધીકતો બીજો કોઈ ધંધો નથી? વ્યાજે પૈસા લેનાર વ્યકિતને એવી સમજણ નથી હોતી અથવા સમજ હોય તો પણ થઈ પડશે.
ના વધુ પડતા આત્મવિશ્વાસ વળી ખર્ચો નહીં કરીએ તો સમાજમાં વાતો થશેની બીક કે મિત્રોની સંગતમાં ડ્રગ્સ, સટ્ટો અને મોજશોખના ખોટા ખર્ચા એમને દેવાના ખાડામાં ઉતારે છે. દેવું કરનાર દેવું નહીં જ ચૂકવી શકાય ત્યારે લેણદાર આવા સમયે ત્રાસ આપવાનું શરૂ કરે. સમય કસમયે ઘેર જવું એમની પત્ની દીકરીની છેડતી કરવી, મારપીટ, કિડનેપિંગ સુધીના ત્રાસથી વ્યકિત પાસે આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. આ રીતે મૃત્યુ પામનારાંઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે સરકારની ઊંઘ ઊડી ગઈ.
હત્યાના સમાચાર જરાય આંચકાજનક રહ્યા નથી. વ્યાજખોરો વિરુધ્ધ પોલીસ ફરિયાદ થઈ શકે છે. વ્યાજખોરો બહુ પહોંચેલા એટલે અપ્રામાણિક ઓફિસરોને ખરીદીને ફરિયાદ કરનારને વધુ હેરાન કરે તો શું? વ્યાજખોરોનો ત્રાસ ઘણાં વર્ષોથી હતો, પણ આ ચૂંટણી પછી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ માટે તકલીફને ગંભીરતાથી લઈને સાચા અર્થમાં અભિયાન શરૂ કર્યું છે. જરૂર છે હિંમતથી આગળ આવીને ફરિયાદ કરવાની. જય સંઘવી સાહેબ આરંભે શુરા જેવું નહીં થાય! પછી જૈસે થે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભાગવતજી અને સંઘ પરિવાર કેમ ચુપ છે?
હાલ દેશભરના સોશ્યલ મિડીયામાં કેટલાક મુદ્દા ધૂમ મચાવી રહ્યા છે. જેમાં (1) અદાણીનો 20000/- કરોડનો સ્કેમ (2) અદાણીના વેવાઇનો 7000/- કરોડનો બેંક ફોડ (3) પુલવામાં હુમલા બાબત કશ્મીરના પૂર્વ ભાજપી રાજ્યપાલ સત્યપાલ મલીક અને ભારતીય સેનાના પૂર્વ જનરલ શંકરરાય ચૌધરીએ મોદી સરકારની નાકામી અને લાપરવાહી સામે કરેલા ખતરનાક ચોંકાવનારા આક્ષેપો અને (4) મોદીજીએ ચુનાવ આયોગમાં પુરી પાડેલી બોગસ ડીગ્રીઓની સચ્ચાઇ તેમજ (5) PMO કચેરીના ખાસ અધિકારી હોવાના નામે ગુજરાતના કિરણ પટેલ (ઠગ) દ્વારા કશ્મીરના અતિ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને ઠગીને કરાયેલી ઘૂસણખોરીના મુદ્દા છવાયેલા છે.
તમામ મુદ્દાના છેડા દેશની સુરક્ષા વ્યવસ્થા અને મોદીજીના કાર્યાલય સાથે સીધા જોડાયેલા છે અને મોદીજીના કાર્યાલય સાથે સીધા જોડાયેલા છે અને વહીવટી તંત્રમાં કેવા ભયંકર ભોપાળા ચાલી રહ્યા છે એ બતાવે છે. આ અત્યંત સંવેદનશીલ બાબતો અંગે પોતાને ‘સાષ્ટ્રવાદી’ ગણાવતા ભાગવતજી અને સંઘ પરિવાર તમામ મુદ્દે ચુપ છે ! રાષ્ટ્રવાદને પણ વ્હાલા-દવલાં અને મારા-તારાના ત્રાજવે તોલવાનો ? ભાગવતજી કઇંક તો બોલો ! હિંદુઓને કયાં સુધી ભ્રમિત કરશો ?
સુરત – જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.