Vadodara

લહેરીપુરા દરવાજાની છત કેવી રીતે પડી તેનો રિપોર્ટ બનાવવા સૂચના

વડોદરા : શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક ચારદરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા દરવાજાની છત રવિવારે મોડીરાત્રે ધારાશયી થતાં તેના રિસ્ટોરેશનની કામગીરી અંગે  વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર તથા આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. રીનોવેશન કેવી રીતે પડે તેનો રિપોર્ટ બનાવીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની મેયરે સૂચના આપી.

શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ઐતિહાસિક ચાર દરવાજા ના રિસ્ટોરેશન માટે 4.16 કરોડ મજુર કરવામાં આવ્યા હતા. પાલિકાએ ૭૫ લાખ રૂપિયા લહેરીપુરા દરવાજા ના રિસ્ટોરેશન માટે આપવામાં આવ્યા હતા. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વાર ઐતિહાસિક દરવાજા નું રિસ્ટોરેશન ની સાથે રીનોવેશન પર કરવાની કામગીરી કરવાની હતી. જોકે રવિવારે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરના ઐતિહાસિક લહેરીપુરા દરવાજાની છત તૂટી પડી હતી. વર્ષ- 2013 માં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.)ને 75.14 લાખની ચૂકવણી કરીને રિસ્ટોરેશનની કામગીરી કરાવાઇ હતી.

તેમ છતાં ટૂંકાગાળામાં છત તૂટી પડી હતી. જે અંગે વિવાદ સર્જાયો છે.જ્યારે આજ રોજ વડોદરાના મેયર કેયુરભાઇ રોકડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સાથે ડે કમિશનર સહિત એ.એસ.આઇ.ના અધિકારીઓ સાથે સ્થળની મુલાકાત લીધી હતી. ગત રોજ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે આર્કિયોલોજીક સર્વે ઓફ ઇન્ડિયા ને તાકીદે પત્ર લખી ઘટનાની જાણ કરી હતી. મેયર કેયુરોકડિયા એ જણાવ્યું હતું કે, બે દિવસ માં કાટમાળ હટાવી રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવશે.આ રિસ્ટોરેશનની કામગીરીનો ખર્ચ એ.એસ.આઇ. કરશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top