Vadodara

કચરો લેવા ઘરે જવાની જગ્યાએ ગાડી મૂકી સિટી વગાડી નાગરીકોને બહાર બોલાવાય છે

વડોદરા: સ્વચ્છતાના ઝુંબેશને લઈને મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. જ્યારે ચાર ઝોનમાં  અમુક એક ઝોન ની અંદર ડોર ટુ ડોર કચરા ની ગાડી તેના માણસો દ્વારા કચરો ઉપાડવામાં આવે છે. જ્યારે એક ઝોનમાં કચરાની ગાડી આવે ત્યારે નાગરિકોએ સ્વયંભૂ કચરો નાખવાનો વારો આવે છે. પાલિકા તથા કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલા કરાર ની શરતોનું ખોટું અર્થઘટન કરીને ભંગ કરીને મનમાની કરે છે.

શહેરમાં ઘર ઘર ભેગો લીલો અને સૂકો કચરો ઉઠાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં ડોર ટુ ડોર કચરા ની ગાડી ચાર ઝોનમાં કચરો ઉઠાવવામાં આવે છે. 300 જેટલી ગાડીઓ કચરો ચાર ઝોન માં  ઉપાડવામાં માં ફરવામાં  આવે છે. 5 વર્ષ નો કોન્ટ્રાકટ કોન્ટ્રાકટર ને આપવામાં આવે છે જેમાં 1 ટન ના 900 થી 1000 રૂપિયા હોય છૅ. પણ શું નિયમિત કંચરો ઉપાડવા ગાડી આવે છે ?.અને ડોર ટુ ડોર ના કર્મચારી કચરો ઉપડે છે ? રાવપુરા વિસ્તારમાં તો કચરો લેવા માટે આવનાર ગાડી ના માણસો કચરો ઉપાડે છે અને ત્યારબાદ લીલો અને સૂકો અલગ કરીને ગાડીમાં નાખે ને વ્યવસ્થીત કામ કરવામાં આવે છે.

જ્યારે બીજા એક ઝોનમાં કચરા ની ગાડી આવે છે ત્યારે માણસો કચરો ઉઠાવતા નહીં સોસાયટીઓની અંદર જે નાગરીકો હોય છે એ સ્વયંભૂ કચરો ગાડીમાં નાખે છે .જેમાં અમુક કચરો તો નીચે પણ પડી જાય છે જોકે અમુક વિસ્તારોમાં તો દરરોજ એ ડોર ટુ ડોર કચરા ની ગાડી પણ આવતી નથી. અમુક ઝોન વિસ્તારમાં એક દિવસ છોડી ને ગાડી આવે છે જેમાં ગાડી ના આવે તો કે મોબાઈલ નંબર પર ફોન કરીને ફરિયાદ કરવાની હોય છે પણ હવે તો મોટા ભાગની ડોર ટુ ડોર ગાડીમાં મોબાઈલ નંબર પર ભૂંસી નંખાયો છે.

ડોર ટુ ડોર કચરાનું અધિકારીઓ દ્વારા સુપરવાઈઝીગ પણ કરાતું નથી. સામાન્ય હાઇટનો નાગરિક કચરો નાખે તો તે કચરો પણ રોડ પર પડે છે. જાહેર સ્થળો પર કચરા ની ગાડી કર્મચારી ઉતરીને પણ લઈ લે છે અને અમુક નાગરિકો ફરિયાદ ઓનલાઈન કરે છે છતાં પણ તેનો નિકાલ પણ કરાતો નથી. કચરાની ગાડી આવે ત્યારે મ્યુઝિક પણ ચાલુ કરાતું હોય છે હવે એ મ્યુઝિક પણ કોન્ટ્રાક્ટર દ્વારા અમુક ઝોનમાં બંધ કરી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચે થયેલા કરારને શરત ભંગ કરવામાં આવે છે. મોટાભાગના ડ્રાઇવરો તો નાની વયના હોય છે જેમાં મોટાભાગના પાસે લાયસન્સ પણ હોતા નથી.

100 કરોડથી વધુ કચરો ઉઘરાવવા ખર્યાય છે

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરાનો મતલબ એવો છે કે ઘરે ઘરે જઈને કચરો ઉપાડવો કોંગ્રેસના સમયમાં બે વખત ઘરે જઈને કચરો ઉપાડવામાં આવતો હતો અને તેનો ટેક્સ પણ લેવામાં આવતો નથી. અત્યારે કચરો ઉપાડવા માટે લેવામાં આવે છે અને અલગથી સફાઈ કર્મચારીઓ પણ રાખવામાં આવે છે. 100 કરોડથી વધુ ડોર ટુ ડોર કચરો અને સફાઈ કર્મચારીઓ પાછળ ખર્ચવામાં આવે છે.

Most Popular

To Top