જોહોર-સિંગાપોર સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ કરવામાં આવ્યો હતો, જે મલેશિયા અને સિંગાપોર વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય રજૂ કરે છે. લાંબા સમયથી બંને દેશો કુદરતી રીતે નિકટ હોવા છતાં હરીફ તરીકે જોવામાં આવતા. બંને દેશો હવે એક પરિવર્તનશીલ પહેલ પર કામ કરી રહ્યા છે જે ક્રોસ બોર્ડર રોકાણને સુપરચાર્જ કરી શકે છે. સપ્લાય ચેઇનને વિસ્તારી શકે છે અને સિંગાપોર-જોહોર આર્થિક કોરિડોરને પ્રોત્સાહન આપી શકે છે. આ પ્રોજેક્ટનો હેતુ પ્રથમ પાંચ વર્ષમાં ૫૦ પ્રોજેક્ટ્સને આકર્ષવાનો અને ૨૦૩૫ સુધીમાં આ આંકડો ૧૦૦ સુધી પહોંચાડવાનો છે, જેનાથી ૨૦ હજાર નોકરીઓનું સર્જન થશે.
તાજેતરમાં આયોજિત ‘નીકી ફોરમ મેડીની જોહો૨-૨૦૨૫’ ખાતે બોલતાં મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહીમ દ્વારા એવી ખાતરી ઉચ્ચારવામાં આવી છે કે, મલેશિયા-સિંગાપુર ઇકોનોમિક ઝોનની સ્થાપના અને તેને કાર્યરત કરી સફળ બનાવવા માટે મલેશિયા પ્રતિબદ્ધ છે અને એ માટે વિદેશી રોકાણકારો તરફથી મળતાં સૂચનો તેમજ પ્રતિસાદને ગંભીરતાથી લેવામાં આવશે. આ ઇકોનોમિક ઝોન જે સિંગાપુર સાથે મળીને મલેશિયા સ્થાપી રહ્યું છે તેની સ્થાપનાથી એ દેશના રિજિયોનલ બિઝનેસ સેન્ટર તરીકેના કામને મજબૂતાઈથી પ્રસ્થાપિત કરી શકાશે.
વડા પ્રધાન અનવર ઇબ્રાહીમના કહેવા મુજબ આ પ્રોજેક્ટ વિદેશી રોકાણકારો માટે એક મહત્ત્વની તક પૂરી પાડશે. પોતાની વાતને આગળ વધારતા મલેશિયન વડા પ્રધાને કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ એ કોઈ સામાન્ય સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન નથી. પહેલી વાર એવું બની રહ્યું છે કે જ્યારે બે દેશો એકબીજા ઉપરના પારસ્પરિક વિશ્વાસ અને એક ટીમ તરીકે કામ કરવાની ભાવના સાથે સ્થાપી રહ્યા છે, જેથી મલેશિયા અને સિંગાપુરનો આ સહિયારો પ્રોજેક્ટ વિદેશી રોકાણકારો માટે એક આકર્ષક પસંદગી બની રહે.
મલેશિયાના જોહોર રાજ્યના મુખ્યમંત્રીના કહેવા મુજબ ચાલુ વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં રાજ્યમાં ૩૦.૧ અબજ રીંગીત એટલે કે સાત અબજ અમેરિકન ડૉલર જેટલું રોકાણ આવ્યું છે. આ રોકાણ ૨૦૨૪ના આ જ ગાળામાં આવેલ ૪.૧ અબજ રીંગીતના રોકાણ કરતાં લગભગ સાત ગણું વધારે છે. ગયા વર્ષે નવ મહિનામાં જેટલું રોકાણ આવ્યું હતું એટલું રોકાણ ૨૦૨૫ના પહેલા ત્રણ મહિનામાં જ આવી ગયું છે. જોહોર ખાતેનું ધી ઇન્વેસ્ટ મલેશિયા ફેસિલિકેશન સેન્ટર જે આ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. તેણે જાન્યુઆરીથી ૨૦૨૫ સુધીમાં ૧૬.૭૧ અબજ રીંગીતનું રોકાણ મેળવ્યું હતું અને ૨૬.૧૮ અબજ રીંગીત જેટલી રોકાણક્ષમતા પાઇપલાઇનમાં છે. આ રોકાણ ૪૮ વિદેશી રોકાણકારો અને ૧૦ ઘરઆંગણાનાં એકમો દ્વારા કરવામાં આવનાર છે.
જાન્યુઆરી, ૨૦૨૫માં મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહીમ અને સિંગાપુરના વડા પ્રધાન લૉરેન્સ વોંગ વચ્ચે થયેલ કરારને પગલે સ્થપાયેલ જોહોર-સિંગાપુર સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ૩,૫૭૧ ચો. મીટર વિસ્તારમાં પથરાયેલું છે, જે સિંગાપુરના કુલ વિસ્તાર કરતાં પાંચ ગણું મોટું છે. મેલેશિયા વિકસિત રાષ્ટ્ર બનવા માટે ટેલેન્ટ આકર્ષવા માગે છે અને ઘરઆંગણાની ઉત્પાદનશક્તિ તેમજ ટેક્નોલૉજી સેક્ટરને વેગ આપવા માગે છે. જ્યાં સુધી સિંગાપુરને લાગેવળગે છે ત્યાં સુધી આ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન જમીનની તીવ્ર તંગી અનુભવતા સિંગાપુરના સ્થાનિક બિઝનેસ અને રોકાણકારો માટે આશીર્વાદ સમું બની રહેશે.
જો કે આ સફર સાવ અવરોધ વિનાની હશે એવું તો નથી જ. આ ઇકોનોમિક ઝોનમાં ટ્રાફિક-જામ અને એને કા૨ણે થતા વિલંબનો પ્રશ્ન મોટો છે. એ જ રીતે અન્ય આંતરમાળખાકીય સવલતોએ વધતી જતી માંગ સાથે કદમ મિલાવવાં પડશે. જોહોરમાં ટ્રાફિકનો ભરાવો કઈ રીતે હળવો કરવો તે પ્રાથમિકતાથી હાથમાં લેવા જેવો પ્રશ્ન છે એવું જાપાનના મલેશિયા ખાતેના રાજદૂતનું કહેવું છે.
ટ્રાફિકજામ અને બોટલનેકિંગનો મુદ્દો માત્ર આર્થિક પ્રવૃત્તિઓને રોકે છે તેવું નથી પણ એ ઊર્જાનો બગાડ કરે છે અને પર્યાવરણને નુકસાન કરે છે. તે ઉપરાંત ટ્રાફિક અકસ્માતનું જોખમ પણ વધારે છે. વડા પ્રધાન અનવરના કહેવા મુજબ આ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનને લગતાં કોઈ પણ ટીકા-સૂચનો સાંભળીને તેમાંથી શીખવા માટે મલેશિયા તૈયાર છે. આપણે કંઈ જરૂરી હોય ત્યાં આ સૂચનો પર આધારિત ઝડપી બદલાવ લાવવા માટે તૈયાર રહેવું જોઈએ.
એમ પણ કહેવાય છે કે, ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ શરૂ થવાને કા૨ણે પણ મલેશિયા અને સિંગાપુરના આ સંયુક્ત સાહસમાં રોકાણ કરવા માટે વિશ્વભરમાંથી રોકાણકારોનો ઉમળકો વધ્યો છે અને મલેશિયા તેમજ સિંગાપુર બંને દેશો આ ઝોનને સફળ બનાવવા માટે પૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગ્યા છે. આની સામે સ્થાનિક રોકાણકારો તેમજ અન્ય દેશોમાંથી અગાઉ જણાવવામાં આવ્યું તેમ ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં રોકાણનું કદ સાતથી આઠ ઘણું વધ્યું છે. તે જ બતાવે છે કે, મલેશિયા અને સિંગાપુરનું આ સંયુક્ત સાહસ સફળ થવા તરફ ઝડપથી દોટ મૂકી રહ્યું છે.
જોહર-સિંગાપોર ઇકોનોમિક ઝોનના ભવિષ્યની તકો હાલ તો ઉજળી દેખાઈ રહી છે. સરકારી સમર્થન અને સરહદ પારનો સહયોગ વિશ્વસનીયતા ઊભી કરે છે. વૈશ્વિક સમસ્યાઓ વધી રહી છે ત્યારે સ્પર્ધા કરતાં સહયોગને અપનાવીને, મલેશિયા અને સિંગાપોર અશાંત વૈશ્વિક વાતાવરણમાં તેમના આર્થિક સંબંધોને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.
બંને દેશો માટે આ ઝોન વિકસે એમાં નવી તકોનો ઉદય રહેલો છે. મલેશિયાને વિકસિત દેશોની હરોળમાં આવવું છે જ્યારે સિંગાપુરને પોતાને ત્યાં નડતો જમીનની તીવ્ર તંગીનો તેમજ ઊંચા રોજગારી દરનો સામનો કરતાં શક્યતઃ વિકાસમાં સ્થગિતતા ના આવી જાય તે પ્રશ્નનો ઉકેલ શોધવાનો છે. જોહોર-સિંગાપુર સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન બંને દેશો માટે પ્રગતિની નવી તકો પૂરી પાડતું પ્લેટફોર્મ બનીને ઉપસ્યું છે અને એ જોતાં આવનાર સમયમાં વિશ્વભરનાં રોકાણકારો માટે આ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન નવી તકોનું નજરાણું લઈને આવ્યું છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.
ડૉ.જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.