વડોદરા : ઇંસ્ટાગ્રામ યુઝર પર ફિશિંગ એટેક સાયબર અપરાધીઓ આજકાલ ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવી રહયા છે. સાયબર અપરાધીઓ આજકાલ રેન્ડમલી રીતે ઇંસ્ટાગ્રામ ના રીલ લાક્ષણિકતાનો ઉપયોગ કરતા યુઝરને કોપીરાઈટ પોલીસીનો ભંગ કર્યો છે, તે પ્રકારનો મેસેજ ઇંસ્ટાગ્રામ પર યુઝરના પર્સનલ ચેટ બોક્સ પર મોકલી રહયા છે.
ઇંસ્ટાગ્રામના રીલ પર જયારે કોઈ વિડિઓ પોસ્ટ કરવામાં આવે છે, ત્યારે વિડિઓના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ઉમેરવામાં આવતું હોય છે,જોકે ઇંસ્ટાગ્રામ સાથે સંલગ્ન આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્ટ સોફ્ટવેર વિડિઓ સાથે કોપીરાઈટ પોલીસીનો ભંગ ન થાય એ હેતુ સહ ગાયક કલાકાર, મ્યુઝિક કંપની અને જરૂરી માહતી જોડીને વીડિયો રન થાય ત્યારે પૉપ-અપ કરતી જ હોય છે, તેમ છતાં સાયબર અપરાધીઓ યુઝરને પોસ્ટ થકી કોપીરાઈટ પોલીસીનો ભંગ થયો છે, અને જો તમે ફીડબેક નહીં આપો તો, તમારું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ 24 કલાકમાં બંધ થઈ જશે,તેવી ધમકીઓ આપે છે.
ફીડબેક આપવા માટે ત્યાં એક યુ આર એલ લિંક સ્વરૂપે મોકલવામાં આવે છે, યુ આર એલ લિંક પણ ઇંસ્ટાગ્રામ હેલ્પના નામથી જ પ્રદર્શિત કરાવામાં આવે છે, પરિણામે યુઝરને મેસેજ ઇંસ્ટાગ્રામ કંમ્પની તરફથીજ આવેલો લાગે છે, અને લિંક પર ક્લિક કરી બેસે છે, લિંક પર ક્લિક કરતાં જ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટના યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવે છે.
જયારે યુઝર સાચા યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરે છે,ત્યારબાદ એકાઉન્ટનું નીયંત્રણ પણ ખોઈ બેસે છે, અને સાયબર અપરાધીઓ એકાઉન્ટ રિલીઝ કરવાના બહાના હેઠળ બીટકોઈન માં રેન્સમ માંગે છે, અને જો યુઝર રેન્સમ ન ચૂકવે તો એકાઉન્ટ નો ઉપયોગ કરીને ફોલોઅર્સને પોર્નોગ્રાફી સાહિત્ય મોકલે છે.
અને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, ઇંસ્ટાગ્રામ સાથે જ સંલગ્ન રીલ લાક્ષણિકતા એ માઇક્રો વિડિઓ શેરિંગ લાક્ષણિકતા છે, જે ઇંસ્ટાગ્રામ યુઝરને માઇક્રો વિડિઓ શેરિંગ કરવાની અનુમતિ આપે છે, જેના દ્વારા યુઝર 30સેકન્ડ સુધીનો વિડિઓ બનાવીને સોશ્યિલ પ્લેટફોર્મ પર શેર કરી શકે છે, જે ટિક્ટોક ની ગરજ સારે છે.
ટિકટોક ભારતમાં પ્રતિબંધિત થયા પછી ઇંસ્ટાગ્રામ રીલ પરના ડેઇલી એન્ડ મંથલી એક્ટિવ યુઝર ની સંખ્યામાં અસાધારણ વધારો જોવા મળ્યો હતો, ઇંસ્ટાગ્રામ માત્ર ફોટો અને વિડિઓ શેરિંગ એપ્લિકેશન હોવાને લીધે યુવા વર્ગમાં ખુબજ પોપ્યુલર છે, દર 10માંથી 6 ઈન્ટરનેટ વાપરનાર યુવાન ઇંસ્ટાગ્રામ યુઝર છે, ભારતમાં ઇંસ્ટાગ્રામના 15 કરોડ યુઝર છે,જેમાંથી 72 ટકા યુઝર તો માત્ર 15 થી 25 વર્ષ વય જૂથના છે.