ટીવી માધ્યમ દ્વારા હાલમાં રીયાલીટી શોની ઝાકમઝોળ દર શનિ-રવિ રાત્રે માણવા મળે છે. જેવા કે ડાન્સ ઇન્ડીયા, ઇંડીયન આયડલ અને એક નવીન પરિવર્તન સાથે 2- ટી.વી. પરથી પ્રસારીત થતો રીયાલીટી શો પ્રો. ઇન્ડીયન મ્યુઝીકલ લીગ, કે જેમાં ભારતના જુદા જુદા રાજયો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ તથા બંગાળની ટીમો વચ્ચે તેમના કેપ્ટન સહિત ચુનંદા ગાયકો વચ્ચે ગીતાના મધુર સૂરોની સંગત રહે છે.
આ રીયાલીટી શોની ખાસ વિશેષતા એ છે કે ગાયકો, ટીમ કેપ્ટન તથા સેલિબ્રીટીની કે જેઓ ખૂબ નાના ગ્રામ્ય વિસ્તાર મુંબઇના પરાની નાની ચાલમાંથી સતત સંઘર્ષ કરી આજે તેમની જીંદગીમાં ઝીરોમાંથી હીરો બન્યા છે. દા.ત. જેકી શ્રોફ, ગોવિંદા, એકટ્રેસ હેમામાલિની કે જેઓની નાનપણના રહેઠાણ તથા સગવડોથી જીવન ઝરમર સાંભળતા આંખમાં ચોક્કસ આંસુ આવી જાય.
આ પ્રકારના શો દ્વારા અન્ય સામાન્ય વ્યકિત માટે તેમનું જીવન સાફલ્ય બનાવવા એક પ્રેરણા સ્ત્રોત છે. બીજુ આ રીયાલીટી શોમાં ગાયકના બેકગ્રાઉન્ડમાં ડાન્સ બેલે તથા મનોરમ્ય ફોટોગ્રાફી જોનારને ચોક્કસજ પ્રભાવીત કરતા હોય છે. હા, અમુક ટી.વી. શોમાં દર્શાવતા વધુ પડતા સેકસી દ્રશ્યો તથા સંવાદ (દ્વિઅર્થી)ને સેન્સર કરવા જરૂરીછે.
સુરત – દિપક બી. દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.