Vadodara

રખઢતાં ઢોરે મેયરની ચેમ્બરના હવાલદારને ભેટી મારતા ઈજાગ્રસ્ત

વડોદરા: સ્માર્ટ સીટીમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છૅ. ગત રાત્રે નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહેલા મહાનગર પાલિકાના મેયર ઓફિસમાં ફરજ બજાવતા હવાલદારને રખડતા ઢોરે અડફેટમાં લેતા ગંભીર ઈજા થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામ આવ્યા હતા. મહાનગરપાલિકા મેયર કેયુર રોકડીયાની ઓફિસમાં ફરજ બજાવતા વાઘોડિયા રોડ પર રહેતા અરવિંદ પરમાર રાત્રે ફરજ પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે વાઘોડિયા રોડ વાહન ઉપર પસાર થતાં હતા ત્યારે શાકમાર્કેટ પાસે રખડતી ગાયે ટક્કર મારતા તેઓ નીચે પડી જતાં હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સ્માર્ટ સિટીમાં ના નિયમોનું પાલન ના કરતા પાલિકાના કર્મચારી જેનો ભોગ બન્યા હતા.મેયર નો હવલદાર ઇજાગ્રસ્ત થતા પાણીગેટ પોલીસ સ્ટેશમાં ફરિયાદ આપવામાં આવી હતી.

રખડતાં ઢોરોના કારણે અત્યાય સુધી 25થી વધુના મોત : ભથ્થુ

પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 35 વર્ષ થી ઢોર સમસ્યા માટે સામાન્ય સભામાં બોલતો આવ્યો છે. સામાન્ય માણસને પૂછો સોસાયટી પોળોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. 25થી વધુ ગાયના ભેટવાથી નાગરિકોના મૃત્યુ થઈ ગયું છે અને કેટલાક ઉજાગ્રસ્ત થયા છે.તેનો જવાબદાર કોણ ? મેયર કેયુર રોકડીયા 15 ઓગસ્ટ ભાષણ માં કીધુ છે રખડતા ઢોર માટે વ્યવસ્થા કરવાની વાત કરી છૅ. નવા મેયર આવે નવી વાત કરે, નક્કર પગલા ભરાતા નથી. ઢોર પાર્ટી ઢોર પકડવા જાય ત્યારે કર્મચારીઓને માર મારવામાં આવે છૅ. જેની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

પાલિકાએ 5 રખડતાં ઢોર પકડ્યા, 4 ગોપાલક સામે પોલીસ ફરિયાદ

શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિનવારસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે ચાર વિસ્તારમાંથી પાંચ ઢોરને કબ્જે લઇ ડબ્બામાં પુરી દઈ 4 ગોપાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મહાનગરપાલિકા હસ્તક ઢોર ડબ્બા શાખામાં સુપ્રિટેંડેન્ટ પદે ફરજ બજાવતા ડો વિજયકુમાર પ્રાણલાલ પંચાલ  સ્ટાફ સાથે શહેરમાં રખડતા પશુઓને પકડવા ટિમ લઈને તપાસમાં નીકળ્યા હતા. સાંજે 8:00 વાગ્યે ગોત્રીના હનુમાન મંદિર પાસેથી રખડતા ઢોરને  પાર્ટીએ પકડીને ડબ્બામાં પુરી દીધા હતા.

પોતાની માલિકીના પશુઓને તબેલામાં રાખવાના બદલે જાહેર રોડ ઉપર છુટ્ટા મૂકી દેતા માલિકની શોધખોળ દરમિયાન જાણવા મળેલ કે, આ ઢોર  અમરત રઘુભાઈ ભરવાડ (રહે, કાલુમિયાંની ચાલ, રામપુરા)ના હતા. જેથી  તેમની વિરુદ્ધ સુપ્રિટેન્ડટ ગોત્રી  પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસેગુનો નોંધી ગોપાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ઢોર ડબ્બા પાર્ટીએ મકરપુરાના વિશાલનગર પાસેથી રખડતા 1 વાછરડી અને 2 ગાયને પકડીને ડબ્બામાં પુરી દીધા હતા. ત્યારે જાહેરમાં પશુઓને છુટ્ટા મૂકી દેનાર ગોપાલક રામભાઈ સરજનભાઈ ભરવાડ (રહે, ભરવાડવાસ, મકરપુરા)વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

તેમજ ઢોર ડબ્બા પાર્ટીએ મકરપુરાના પોલીસ સ્ટેશન પાસેથી જાહેરમાં રખડતી ગાયને પકડીને ડબ્બામાં પુરી દીધી  હતી. તેમજ જાહેરમાં પશુઓને ગાયને છૂટી મૂકી દેનાર ગોપાલક કનુ ઝાલાભાઇ ભરવાડ (રહે,તરસાલી શાક માર્કેટ પાસે, દિવાળીપુરા)વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. જયારે પાણીગેટ વિસ્તારમાં આવેલ તિલકનગર પાસેથી ઢોર ડબ્બા પાર્ટીએ જાહેરમાં રખડતી ગાયને પકડીને ડબ્બામાં પુરી દીધી હતી અને ગોપાલક લક્ષમણભાઈ નાગજીભાઈ રબારી (રહે,હરિધામ સોસાયટી, વાઘોડિયારોડ)વિરુદ્ધ સુપ્રિટેન્ડટએ પાણીગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તમામ બનાવમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top