Sports

પરિવારના પ્રારંભિક વિરોધ, નાણાકીય સમસ્યાઓ છતાં દેશની ટોચની વૉકિંગપ્લેયર બનેલી મંજૂ રાની

મંજુ રાની માટે રમતગમતમાં કારકિર્દી બનાવવી સરળ ન હતી. તેણે છઠ્ઠા ધોરણમાં તેના પરિવારથી દૂર જવું પડ્યું હતું અને તેની દાદીએ તેને ઘરથી દૂર જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેના પિતાએ પોતાની પુત્રીની રમતવીર બનવાની ઇચ્છા સમજી હતી અને તેને મુક્તસર જિલ્લાના બાદલ ખાતેના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) સેન્ટરમાં મોકલવાની મંજૂરી આપી હતી. મંજુ પંજાબના માનસા જિલ્લાના નાનકડા ગામ ખૈરા ખુર્દની રહેવાસી છે અને તેની માતાનું અવસાન થઇ ગયું છે. આવી સ્થિતિમાં પરિવારથી દૂર રહેવાની પરવાનગી મેળવવી સરળ ન હતી.

જોકે તે કોઇ ખોટી વાત નહોતી. તેના પિતાએ દાખવેલા વિશ્વાસને સાર્થક ઠેરવીને ચોવીસ વર્ષની મંજુ આજે દેશની ટોપ રેસ વોકર બની ગઇ છે. મંજુએ કહ્યું હતું કે મારા પિતાને મનાવવા માટે ઘણી મહેનત કરવી પડી. છોકરીને પરિવારથી દૂર રહેવા દેવી એ સામાન્ય વાત ન હતી. SAIનું તાલીમ કેન્દ્ર મારા ગામથી 100 કિલોમીટર દૂર હતું. મારી દાદી પરવાનગી આપવાની ના પાડતી રહી. તેણે કહ્યું હતુ કે એક દિવસ ચા પીતી વખતે, પિતાએ આખરે સંમતિ આપી પરંતુ મને કહ્યું કે પરિવારના સન્માનને દાગ ન લાગે તે ધ્યાન રાખજે.

મંજુએ પોતાનું વચન પાળ્યું અને ત્રણ કલાકથી ઓછા સમયમાં 35 કિમીની રેસ વોક પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય મહિલા બનીને તેના પરિવાર અને પંજાબને ગૌરવ અપાવ્યું હતું. મંજૂએ ફેબ્રુઆરીમાં રાંચીમાં નેશનલ રેસ વોકિંગ ચેમ્પિયનશીપમાં 2:57:54નો સમય મેળવ્યો, જે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થવા માટે પૂરતો હતો. ભુવનેશ્વરમાં ઈન્ટર-સ્ટેટ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને, મંજુએ ફરીથી ગોલ્ડ મેડલ જીત્યો, પરંતુ તીવ્ર ગરમીને કારણે, તેણે 3 કલાક 21 મિનિટ અને 31 સેકન્ડમાં ઇવેન્ટ પૂરી કરી શકી હતી. જોકે, મંજુ શરૂઆતમાં હેન્ડબોલ ખેલાડી બનવા માંગતી હતી. તેણે શાળામાં પસંદગીની અજમાયશમાં પણ ભાગ લીધો હતો પરંતુ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી ન હતી.

ત્યારે ત્યાં એક કોચે તેને વોકિંગ રેસમાં નસીબ અજમાવવાની સલાહ આપી. મંજુએ કહ્યું, હતું કે મેં પહેલાં ક્યારેય ચાલવામાં ભાગ લીધો ન હતો પરંતુ હું ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહી. કોચ મારા પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા અને મને સલાહ આપી હતી કે જો મારે વધુ સારી ખેલાડી બનવું હોય તો વધુ સારી જગ્યાએ જઈને તાલીમ લેવી જોઇએ. તેણે કહ્યું હતું કે મારા પિતાએ સાથ આપ્યો અને મારી સફર 2015માં શરૂ થઈ.

ત્રણ મહિનામાં મેં સ્ટેટ લેવલ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે પછી, મેં નેશનલ સ્કૂલ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. હું 2017 સુધી બાદલ કેન્દ્રમાં હી હતી,. મંજુના પરિવારને, ખાસ કરીને તેની દાદીને હવે તેના પર ગર્વ છે. તેણે કહ્યું હતું કે તેમને મારા પર ગર્વ છે. હવે તેઓ કહે છે કે દરેક પરિવારમાં મારા જેવી દીકરી હોવી જોઈએ. મારી તાલીમ અંગેનો વિરોધ માત્ર એક મહિના માટે હતો. મને મારા પરિવારનું સંપૂર્ણ સમર્થન રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેણીએ શા માટે વોકિંગ રેસને પસંદ કરી, ત્યારે મંજુએ કહ્યું હતું કે દોડતી વખતે, તમારે તમારા ઘૂંટણને ચોક્કસ રીતે ઉંચો કરવો પડે છે.

પણ જ્યારે હું દોડતી ત્યારે પણ એવું લાગતું કે હું ચાલી રહી છું. મારા કોચ પ્રીતપાલ કૌરે આની નોંધ લીધી અને સૂચન કર્યું કે મારે વોકિંગ પ્લેયર તરીકે તાલીમ મેળવવી જોઈએ. પોતાની આ કેરિયર બનાવવામાં જોકે, મંજુએ નાણાકીય પડકારોનો પણ સામનો કર્યો હતો. તેના પિતાએ તેમની જમીન ગીરવે મુકવી પડી હતી , આ ઉપરાંત મંજુએ પણ 2019માં રૂ.8 લાખની પર્સનલ લોન લેવી પડી હતી. તે સ્પોન્સર શોધી રહી છે જેથી ટ્રેનિંગનો ખર્ચ ઉઠાવી શકાય.

Most Popular

To Top