Gujarat

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દૂરદર્શન, એઆઈઆર, પીબીઆઈ, સીબીસીની કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ: માહિતી (Information) અને પ્રસારણ (Brodcasting) અને રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી (Central Minister) અનુરાગ ઠાકુરે (Anurag Thakur) આજે અમદાવાદમાં દૂરદર્શન, ઓલ ઈન્ડિયા રેડિયો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. મીટિંગ દરમિયાન ઠાકુરે તમામ મીડિયા એકમોને 2 ઓક્ટોબરથી એક પખવાડિયા માટે બિન-સેવાપાત્ર વસ્તુઓ પર વિશેષ ભાર મૂકીને વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું.

લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો કરવા માટે જણાવ્યું
તેમણે જૂના કાગળની સામગ્રી તેમજ ઈ-વેસ્ટનો નિકાલ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મંત્રીએ DD અને AIR બંનેના ચાલી રહેલા કાર્યક્રમોની સમીક્ષા કરી અને કર્મચારીઓને સામાન્ય લોકો માટે નવી સામગ્રી પ્રદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા ભાર મૂક્યો. તેમણે કર્મચારીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો કરવા માટે જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રકાશ મગદુમ, ADG, PIB અને CBC, સત્યજીત દાસ, DDG, દૂરદર્શન એન.એલ. ચૌહાણ, DDG, આકાશવાણી, ધર્મેન્દ્ર તિવારી, નિયામક (સમાચાર) દૂરદર્શન, નવલ પરમાર, આકાશવાણી, પ્રાદેશિક સમાચાર એકમના વડા યોગેશ પંડ્યા, નાયબ નિયામક, PIB અને CBC અને ઉત્સવ પરમાર, નાયબ નિયામક (સમાચાર), ડીડી સહિત વિભાગના વડાઓ અને આ સંસ્થાઓના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top