SURAT

પંતગ બજારમાં દેખાઈ મોંઘવારી, પતંગની કિંમત 30થી 40 ટકા સુધી વધી

ગુજરાતીઓના હૈયાના હાર સમાન ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ આ વર્ષે પતંગ રસિકોના ખિસ્સા પર મોંધવારીનો મોટો માર પડવા જઈ રહ્યો છે. પતંગ બનાવવા માટે વપરાતા કાચા માલની કિંમતોમાં અસહ્ય વધારો થતા પતંગોના ભાવમાં 30 થી 40 ટકાનો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.

ગયા વર્ષે જે સામાન્ય પતંગ 5 રૂપિયામાં મળતી હતી, તે હવે 7 થી 8 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ભાવવધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે ઉત્તરાયણનો આનંદ થોડો ફિક્કો પડી શકે છે. જોકે પતંગબાજોના ઉત્સાહને જોતા બજારમાં ગરમાવો યથાવત છે.

પતંગના ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ કાચા માલના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. મધ્ય ગુજરાતના અગ્રણી પતંગ ઉત્પાદક જણાવ્યા મુજબ, પતંગ માટે વપરાતા કાગળના એક રિમનો ભાવ 900થી વધીને 1100 રૂપિયા સુધી પહોંચ્યો છે. સૌથી મોટો ફટકો પતંગના ‘કમાન’ માટે વપરાતી વાંસની લાકડીઓમાં પડ્યો છે.

અગાઉ 1000 વાંસની લાકડીઓનું બંડલ 1050 રૂપિયામાં મળતું હતું, જે હવે સીધું 2000 રૂપિયાએ પહોંચ્યું છે. ખાસ કરીને કલકત્તાથી આવતી લાકડીઓની આવકમાં ચટાડો થતા બજારમાં અઇત અને મોંધવારી બંને એકસાથે જોવા મળી રહ્યા છે.

ગુજરાતના મધ્ય ગુજરાતના શહેર પતંગ ઉત્પાદનનું એક મોટું હબ છે. ખાસ કરીને નડિયાદ ખંભાત આણંદ વડોદરા જયાં શહેરની જરૂરિયાતની 80 ટકા પતંગો સ્થાનિક કારીગરો દ્વારા જ તૈયાર કરવામાં છે. વડોદરાના યાકુતપુરા, ભાવામાનપુરા અને મચ્છીપીઠ જેવા વિસ્તારોમાં સેંકડો પરિવારો પેઢીઓથી પતંગ બનાવીને ગુજરાન ચલાવે છે.

અહીંની પતંગોની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે સુરત, ભરૂચ, વાપી અને નવસારી જેવા શહેરોમાંથી પણ પતંગોના ઓર્ડર મળે છે. જોકે, આ વર્ષે વધતી જતી પડતર કિંમતને કારણે કારીગરો માટે પણ નફાનું માર્જિન ઘટી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે.

Most Popular

To Top