ગલીમાં કૂતરો રહેતો હોય અને ત્યાં બીજો કૂતરો આવી જાય તો ભસવાનું ગલીનો કૂતરો ભૂલતો નથી. કારણ સવાલ પેટ્યુ ભરવાનો હોય છે. આ પરિસ્થિતિ આજની પ્રજા પર છે. સરકારી નાગરિકો મોંઘવારી ભથ્થા અને પગાર વધારા માટે લડી રહ્યા છે. કારણ તે સર્વો શિક્ષિત અને જાણકાર છે. પણ પ્રજાના સેવા નામે ચૂંટાયેલા સેવકો વિરોધપક્ષ કહો કે શાસક પક્ષ કહો પ્રજાના પૈસાને કોઈ પણ હિસાબે પોતાના પોકેટમાં વધુ લઈ લેવામાં મસગૂલ છે. કોઈ વિરોધ કરતું નથી કારણ સમય સાથે આખા દેશના નાગરિકોને ખબર છે કે બજારમાં બધી જ વસ્તુ મોંધી થઈ ગઈ છે. જે સરકારને પણ ખબર છે. દુઃખ તો આ રસ્તા પર રળી ખાતી પ્રજા રોજનું રોજ કમાનાર માટે તો કોઈ અવાજ કરતું નથી.
ગામડાનો બે લીટર દૂધ ભરતો નાગરીકને પૂછો બજારમાં કેવું છે. આ પગાર વધારા માટે ચોક્કસ લાયકાત હોવી જોઇએ. જે નેતાઓ મેટ્રિકયુલેશનથી ઓછી લાયકાત હોય તેમને પગાર અલગ હોવો જોઈએ. નોકરી માટે ૧૨ પાસ કરીને પછી પણ અલગ પરીક્ષા પાસ કરીને નોકરી મળે છે. તો શું આ નેતાઓ માટે લાયકાત મુજબ ભિન્ન ભિન્ન પગાર નક્કી કરવો જોઈએ. પૈસા પ્રજાના જ છે. એટલે સમય મુજબ પગાર વધારા સામે ચોક્કસ લાયકાત નક્કી કરવી જોઈએ. પગાર વધારા સામે લાયકાત માટે નિયમ જરૂર છે. UCC સંશોધન કરતાં આ નિયમ માટે પ્રથમ સંશોધન હોવો જોઈએ. જે રાષ્ટ્ર નિર્માણ માટે ખરો નિયમ સાબિત થઈ શકે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ન્યાયતંત્ર કરતાં ન્યાત પંચ સારું
હજુ આજે પણ મારા જેવા સામાન્ય માણસો આપણી આ ન્યાયપ્રક્રિયા પર પૂરો ભરોસો અને વિશ્વાસ રાખે છે. આઝાદી પહેલાં આપણા ગાંધીજી પણ પ્રખર ધારાશાસ્ત્રી બનવા માટે આપણો દેશ છોડીને બહાર ગયા હતા. આપણાં દેશમાં આઝાદીના લડવૈયા ખૂબ જ મોટાં મોટાં અને કાયદાકીય કાર્યવાહી કરનારા હતા. હવે રોજ સવારે ગુજરાત મિત્ર દૈનિક વાંચવાનું શરૂ કરતા એક એવું ઉદાહરણ અવશ્ય જોવા મળે કે આટલા વર્ષ થયાં હજુ પણ આપણે ત્યાં કાયદાના સ્નાતકો નથી એટલે કે કેસના ભરાવો દરેક દિવસ વધતો જાય છે.
મને એવું લાગે છે કે આપણા દેશમાં ખરેખર તો આપણું પોતાનું સંવિધાન જ બરાબર ખબર નથી તો પછી આ ખોખલું ન્યાયતંત્ર બનાવવામાં કેમ કોઈ પણ સામાન્ય માણસ એનો વિરોધ નથી કરતો, અને જે કામ પહેલાં તો પંચ દ્વારા એકદમ સરળ રીતે સમાજમાં થતા હતા ત્યારે છુટાછેડાનું નામ કે નિશાન પણ નહોતું એનો હું સાક્ષી છું. ખરેખર તો ભણતરનો ભાર વધ્યો છે અને સાથે ગણતર ખાડે ગયું છે. દર ૧૦ લગ્નમાંથી આજે ૮ લગ્ન વિચ્છેદ એક વર્ષમાં થાય છે. એની ગણતરી મેં છેલ્લા કેટલાક સમયથી હું ડાયરી વાંચી ને મારા જે ખાસ કરીને નજીક ગણાતા એવા સગાં સંબંધીઓને અને મિત્રોની સાથે થયેલી આવી બધી વાત ઉપરથી અહીં જણાવું છું.
સુરત – સુરેશ સુરતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
