વધતી જતી વસતિ ની પ્રમાણ માં ચીજવસ્તુ નું ઉત્પાદન શક્ય ન હોય અથવા ચીજવસ્તુ ની આયાત અંગે નાં પ્રશ્ન હોય છેવટે પીસાવાનું તો મધ્યમ વર્ગ ને જ આવે છે. સતત વધતી જતી મોંઘવારી ચિંતા જનક છે. મોંઘવારી ની સાથે સાથે વિકાસ પણ થાય છે. પરંતુ તેની સામે પ્રાઈવેટ નોકરી માં પગારવધારા થતાં નથી તેથી માનવ થયો લાચાર અને સસ્તો છેલ્લાં થોડાંક મહિનાનું સરવૈયું કાઢીએ તો પેટ્રોલ, દૂધ, છાશ, શાકભાજી, ગેસ સિલિન્ડર, સોનું, રિઅલ એસ્ટેટ, વીમા પોલીસી, કાપડ અને ફૂટવેર પર જી એસ ટી માં વધારો. આમ, યેનકેન પ્રકારેણ ભાવ વધારો. અને કોઈ માનતા હોય ને લીંબુ થી નજર ઉતારે તો એના પર પણ કોઈ ની નજર લાગી હોય તેમ ૨૦૦ થી ૨૫૦ રુપિયે કિલો.આમ, વ્યકિત ની રોજિંદી જરૂરિયાતો (પાયા ની)પૂરી થાય તો હેપ્પીનેસ માં ભારત નું સ્થાન આગળ આવે!
સુરત – વૈશાલી જી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મોંઘવારી સોંઘી થઈ, માનવ થયો લાચાર
By
Posted on