દેશમાં દરેક પ્રકારની અસમાનતા જો નાબૂદ કરવામાં ન આવશે તો તેનાં ગંભીર પરિણામો ભવિષ્યમાં આવનારી નવી પેઢીને ભોગવવાનાં રહેશે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના ધરાવનારા દેશમાં જો દરેક બાબતમાં અસમાનતાની જ લાગણી લોકોએ અનુભવવાની હોય તો પછી લોક્શાહી શું લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાભ માટે છે? રાજકીય ક્ષેત્રે રામમનોહર લોહિયા, મધુ લિમયે, અશોક મહેતા જેવા અનેક નેતાઓ નાં નામો ગણાવી શકાય, જેઓ આર્થિક અસમાનતા અને ગરીબીનો વિરોધ કરતા હતા, દરેકને સરખી તક મળવી જોઈએ. ડૉ. મનમોહનસિંહ સરકાર દ્વારા ૧૯૯૧ ના વર્ષમાં ઉદારીકરણ ,ખાનગીકરણની નીતિ અમલમાં લાવવામાં આવી એટલે દરેક ક્ષેત્રમાં ખાનગીકરણનું આગામન શરૂ થતાં આખરે ગરીબ અને મધ્યમ વર્ગના તેમજ વંચિતો આદિવાસીને આગળ આવવાની તક ઓછી થતી ગઈ.
જો કે ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિથી જેને લાભ મેળવવો હતો તેમને તો મળ્યો જ છે. તાજેતરમાં જ ‘ગુજરાતમિત્ર’ દૈનિકના તંત્રી લેખમાં ધનવાનોની સંખ્યામાં વધારો થયાનો ઉલ્લેખ કર્યો હતો. અખબારમાં પ્રસિદ્ઘ થતા સમાચારો જણાય કે દેશમાં ૮૦ કરોડ લોકો જો રેશનિંગનું અનાજ મેળવતા હોય તે દેશમાં કેવી અસમાનતા પ્રવર્તતી હશે? કોઈ પણ પ્રકારની નીતિ ઘડવામાં આવે તેમાં છેવાડાના માનવીને અન્યની હરોળમાં લાવવાની તક આપી ને સક્ષમ બનાવી ને પછી યોજના મૂકો. “જમવાનું ભરપૂર આપો પણ જો ખોરાક ચાવવા માટે દાંત જ ન હોય તો કોઇ અર્થ ખરો?
સુરત – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.