Sports

પ્રથમ વન ડે : ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું

ભારતીય ટીમે શિખર ધવન 98, વિરાટ કોહલી 60, કૃણાલ પંડ્યા 58* અને કેએલ રાહુલના 62* રનની મદદથી 5 વિકેટે 317 રન બનાવ્યા બેયરસ્ટો અને રોયે શતકીય ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવ્યા પછી ઇંગ્લેન્ડની ઇનિંગ લથડી પડતા ટીમ ઇન્ડિયાનો 66 રને વિજય આજથી અહીં શરૂ થયેલી ત્રણ વન ડે મેચની સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાની અર્ધશતકીય ઇનિંગ્સ અને તે પછી ડેબ્યુટન્ટ પ્રસિદ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારની અસરકારક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડને 66 રને હરાવ્યું હતું.

318 રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડને જોની બેયરસ્ટો અને જેસન રોયની ઓપનીંગ જોડીએ તોફાની શરૂઆત અપાવી હતી અને આ બંનેએ મળીને 14.2 ઓવરમાં 135 રન બોર્ડ પર મુકી દીધા હતા અને ત્યારે જ રોય 35 બોલમાં 46 રન કરીને આઉટ થયો હતો. તે પછી થોડી જ વારમાં બેન સ્ટોક્સ પણ માત્ર 1 રને આઉટ થયો હતો. બેયરસ્ટો પોતાની સદી ભણી આગળ વધી રહ્યો હતો ત્યારે તે શાર્દુલ ઠાકુરના બોલે આઉટ થયો હતો. તેણે 66 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 94 રન કર્યા હતા.

અહીંથી તેમની બાજી જાણે કે બગડી હતી અને 176 રન સુધીમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધા પછી અને 251 રને તેઓ ઓલઆઉટ થઇ ગયા હતા.આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમેને ધવન-રોહિતની જોડીએ સારી શરૂઆત અપાવી હતી. 15 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 64 રન હતો ત્યારે રોહિત અંગત 28 રને આઉટ થયો હતો. તે પછી ધવન અને કોહલીએ મળીને બીજી વિકેટની 103 રનની ભાગીદારી કરી હતી.

કોહલી અંગત 56 રન કરીને આઉટ થયો તે પછી ભારતીય ટીમ 205 રનના સ્કોર સુધીમાં શ્રેયસ ઐય્યર અને ધવન અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી લોકેશ રાહુલ અને કૃણાલ પંડ્યાએ 112 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 5 વિકેટે 317 રન સુધી પહોંચાડી દીધો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top