ભરૂચ: વાગરા તાલુકામાં કઠિત ઉદ્યોગો (Industries) બેફામ બન્યા હોય તેમ વરસાદી પાણીમાં પ્રદૂષિત (Polluted) પાણી (Wotar) છોડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં પણીયાદરા ગામના ગામ તળાવમાં (Lake) વરસાદી પાણી સાથે કેમિકલયુક્તપાણી (Chemical) તળાવમાં પહોંચ્યું હોવાના કારણે હજારો માછલાનાં મોત થતાં તળાવમાં દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ગ્રામજનો રોષે ભરાયા હતા, અને તંત્રને જાણ કરાતાં જીપીસીબી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.વાગરા તાલુકાના પણીયાદરા ગામની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે અને વરસાદી ઋતુમાં વરસાદી કાંસ મારફતે કેટલીક કંપની દ્વારા પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નિકાલ કરતા હોવાની અનેકવાર ફરિયાદો ઊઠતી હોય છે.
ગ્રામજનોએ વહીવટી તંત્ર સહિત જીપીસીબીને જાણ કરતા ટિમ દોડી આવી
તાજેતરમાં વરસેલા વરસાદમાં કોઈ કેટલીક કંપની દ્વારા વરસાદી પાણી સાથે કંપનીનું પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે પ્રદૂષિત પાણી પણ ગામના ગામ તળાવમાં પહોંચવાના કારણે તળાવમાં રહેલાં સંખ્યાબંધ માછલાંનાં મોત થયાં હતાં. છેલ્લા બે દિવસથી માછલાંનાં મોતથી દુર્ગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ ગ્રામજનોને રોગચાળાનો ભય ઊભો થયો છે. ત્યારે માછલાંનાં મોતના કારણે ગ્રામજનોએ વહીવટી તંત્ર સહિત જીપીસીબીને જાણ કરવામાં આવતાં જીપીસીબીની ટીમ રાબેતા મુજબ પાણીનાં સેમ્પલ લેવા દોડી આવી હતી.
કેમિકલયુક્ત પાણીના કારણે જળચર જીવોનાં મોત
અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે, તળાવમાં કેમિકલયુક્ત પાણીના કારણે જળચર જીવોનાં મોત તો થયાં છે. પરંતુ તળાવનું પાણી કપડાં ધોવામાં ગ્રામજનો ઉપયોગમાં લેતા હોવાના કારણે ગ્રામજનો પણ ચામડી જેવા રોગનો ભોગ બન્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. જીપીસીબી દ્વારા પ્રદૂષિત પાણી કોનું આવ્યું એ સેમ્પલના રિપોર્ટ બાદ બહાર આવી શકશે.