Gujarat

LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ

ગાંધીનગર : ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા અને ગેસ પુરવઠાની વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પરામર્શમાં રહીને ઔદ્યોગિક એકમો માટે બલ્ક બિન-ઘરેલું LPG ના નિયમોમાં મોટા સુધારા જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, આ એકમો માર્ચ ૨૦૨૬ પહેલાના તેમના સરેરાશ વપરાશ સ્તરના ૭૦% સુધી બલ્ક LPG મેળવી શકશે. સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા ૦.૨ TMT/દિવસ નિર્ધારિત કરવામાં આવી છે.
ફાળવણી માટેની મુખ્ય શરતો એવા એકમોને પહેલી પસંદગી આપવામાં આવશે જ્યાં ઉત્પાદન પ્રક્રિયામાં LPG અનિવાર્ય છે અને કુદરતી ગેસ (PNG) તેનો વિકલ્પ બની શકે તેમ નથી.
સુવિધા મેળવવા ઈચ્છતા એકમોએ જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની (OMC) પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે.
એકમોએ PNG કનેક્શન માટે અરજી કરેલી હોવી જોઈએ, જોકે ઉત્પાદન પ્રક્રિયામાં LPG અનિવાર્ય હોય તેવા કિસ્સામાં આ શરતમાંથી મુક્તિ મળી શકે છે.

ઔદ્યોગિક પ્રગતિની સાથે શ્રમિકોના કલ્યાણમાં પણ ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક શ્રમિકો માટે ૫ કિલોના કુલ ૯૮,૮૮૩ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આ આંકડો દર્શાવે છે કે ગુજરાત સરકાર ઉદ્યોગોની સાથે સાથે તેના પાયાના શ્રમિકોની જરૂરિયાતો પ્રત્યે પણ એટલી જ સંવેદનશીલ છે.આ નિર્ણયથી ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ અને દક્ષિણ ગુજરાતના ફાર્મા-કેમિકલ ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અને પ્રક્રિયાને વધુ સુગમ બનાવવામાં મોટી મદદ મળશે.

કયા ઉદ્યોગોને થશે સીધો ફાયદો?

​• ફાર્મા અને ફૂડ પ્રોસેસિંગ
​• સિરામિક, ગ્લાસ અને સ્ટીલ
​• પોલિમર, પેકેજિંગ અને પેઇન્ટ
​• કૃષિ અને એરોસોલ એકમો
નવી જોગવાઈઓ અને મર્યાદા

Most Popular

To Top