Charchapatra

ઇંડકશન એક માત્ર વિકલ્પ

આપણા ભારતદેશમાં રોજ રસોઇ બનાવવાનો રિવાજ છે. એટલે જ રસોડાને ઘરનું હૃદય કહેવામાં આવે છે. પરંતુ ઘણીવાર રસોઇ પ્રદુષિત જગ્યાએ બનાવવામાં આવે ચે. અને એથી જ રસોડામાં રસોઇ કરતી વખતે હવામાં ધુમાડો ભળતાં પ્રદુષણ ફેલાયછે. ગેસ હોય કે પછી કેરોસીનથી ચાલતો સ્ટવ હોય આ દરેક સાધનો વડે રસોઇ બનાવાય છે. અને હવા પ્રદુષિત થતી હોય છે. આજે જયારે આપણા દેશમાં ગેસની અછત ઊભી થઇ છે ત્યારે આપણે ભારતિય રસોઇને વીજળીમાં રૂપાંતરિત કરવાની યોજના પણ ગંભીર રીતે વિચારવી જોઈએ.

દાયકાઓથી બનતી રસોઇમાંથી ગરની અંદરનું વાયુ પ્રદૂષણ લાખો લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. એક સંશોધન મુજબ રસોઇ વડે સંબંધિત પ્રદુષણ અસ્થમા, ફેફસાના ક્રોનીક રોગ, હૃદયરોગ ત્વચા અને બીજી અનેક શારીરિક સમસ્યાઓ જેવા રોગ ઉદ્દભવે છે. જયારે ઇલેકટ્રીક રસોઇ એલપીજી ગેસ કરતા વધુ ઉર્જા બચત કરે છે અનેક શારિરિક સમસ્યાઓ જેવા રોગ ઉદ્દભવે છે. જયારે ઇલેકટ્રીક રસોઇ એલપીજી ગેસ કરતા વધુ ઉર્જા બચત કરે છે અને આ ઉર્જા સીધી વાસણ સુધી જ પહોંચે છે જેમ જેમ ભારત સૌર અને પવન ઉર્જાનો વિસ્તાર કરી રહ્યું છે. તેમાં વિજળીનો ખર્ચ વધુ સ્થિર અને સ્પર્ધાત્મક બની શકે છે. રૂફટોપ સોલાર સિસ્ટમો પણ ઇલેકટ્રીક રસોઇને સમર્થન આપી શકે છે. આમ જોવા જઇએ તો ઇંડકશન દ્વારા રસોઇ કરવી ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.
સુરત     – શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top