વડોદરા: પ્રકાશ અને ઉજાસનું પર્વ એટલે દિવાળી, દિવાળીના દિવસે ભલે અમાસ હોય પરંતુ લોકો દીવડાઓના પ્રકાશથી સર્વત્ર અંજવાળુ કરી દેતા હોય છે. વિવિધ ઘાટના અને રંગબેરંગી મનમોહક દિવડાઓ દિવાળીની શોભા વધારે છે. આ દિવાળી પુર્વે સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ ના માર્ગદર્શન હેટળ ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા પ્રથમ વખત”दीपकम् દીવડા સજાવટ (દિયા ડેકોરેશન) આજૅ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, ઇનોક્સ સામે, ઈલોરા પાર્ક ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધા મા ૫ વર્ષ થી ઉપરના સ્પર્ધકો એ ઉત્સવ પુર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધા પાંચ કેટેગરી મા યોજાઈ હતી. સ્પર્ધા મા બાળકો થી લઇ વૃધો એ ઉત્સાહ પુર્વક ભાગ દીવડા ની ભવ્ય સજાવટ કરી હતી.સ્પર્ધા ના અંતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર વણિક ટ્રસ્ટ વડોદરા ના અશોકભાઈ શાહ પટેલ, ગીરીશભાઈ તલાટી, કેતનભાઈ તલાટી, ઈન્દુભાઈ શાહ, એન. એસ. શાહ ના હસ્તે વિજેતાઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. સ્પર્ધા ને સફળ બનાવવા માટે ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) ના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન ના આ પ્રયાસ ને સ્પર્ધકો અને તેમના વાલીઓ નો સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.