National

ઈદ ઉલ જુહાના પ્રસંગે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન આર્મીને મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સ (Pakistan rangers) વચ્ચે બુધવારે ઈદ ઉલ જુહા (Eid ul juha)ના પ્રસંગે સરહદ (Border) પર વિવિધ સ્થળોએ મીઠાઇ (Sweet)ની આપ-લે કરવામાં આવી હતી.પાકિસ્તાને આ રિવાજને 2019માં ટાળી દીધા બાદ આ પ્રથમ વખત છે જ્યારે મીઠાઇની આપ-લે કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી (PM Modi) સરકારે 5 ઑગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર (J & K)ને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 37૦ની જોગવાઈઓ રદ કર્યા પછી પાકિસ્તાને આ રિવાજ અટકાવી દીધો હતો. બીએસએફના પ્રવક્તાએ અહીં જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વાઘા સરહદ (Wagha border)ની આજુબાજુ આવેલા પંજાબના અમૃતસર જિલ્લામાં જેસીપી (સંયુક્ત ચેક પોસ્ટ) અટારી ખાતે ઇદના પ્રસંગે બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે મીઠાઇની આપ-લે કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાન મોરચામાં પણ બંને દળો વચ્ચે મીઠાઇનો સમાન વિનિમય કરાયો હતો. આ પહેલીવાર છે જ્યારે કલમ 37૦ રદ થયા બાદ બંને સૈન્ય વચ્ચે મીઠાઇની આપ-લે કરવામાં આવી હતી. કારણ કે, પાકિસ્તાની પક્ષે આ રિવાજ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, ઑગસ્ટ 2019ની ઘટના બાદ બીએસએફે મીઠાઇની આપ-લે કરવાની ઑફર કરવામાં આવી હતી. પરંતુ, પાકિસ્તાની પક્ષે આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ રિવાજને ગયા વર્ષે સ્થગિત કરાયો હતો.

જમ્મુ સરહદ પર પણ ઈદ ઉલ જુહાના પ્રસંગે મીઠાઇની આપ-લે થઈ હતી
પુલવામાં ઘટના પછી (2019માં) બંને સરહદ સુરક્ષા દળો (બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ) વચ્ચે મીઠાઇની આ પ્રથમ આપ-લે છે. અહી લાંબા સમયથી સીમાપાર કોઈ ગોળીબાર થયો નથી. બીએસએફના જમ્મુ સીમાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અહીના ખેડૂતો પોતાની ખેતીની પ્રવૃત્તિ શાંતિપૂર્ણ રીતે કરો. અહી સરહદે દિવાળી, ઈદ, પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ, 1 ડિસેમ્બરના રોજ બીએસએફ રાઇઝિંગ ડે અને 14 ઑગસ્ટના પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ જેવા તહેવારો દરમિયાન બંને પક્ષો દ્વારા મીઠાઇની આપ-લે કરવામાં આવે છે.

આ દરમિયાન, બીએસએફ અને તેમના બાંગ્લાદેશ સમકક્ષ બીજીબી વચ્ચે દેશના પૂર્વ ભાગમાં 4૦96 કિલોમીટર લાંબી આઇબી સીમા સાથે અનેક સ્થળોએ મીઠાઇની આપ-લે હંમેશાની જેમ ચાલુ રહી હતી. કોલકાતામાં બીએસએફની દક્ષિણ બંગાળ સરહદમાં મુખ્યલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બંને સરહદની સુરક્ષા દળો મીઠાઇની આપ-લે સદભાવનાના સંકેત તરીકે કરે છે. જેનાથી સંબંધો સુધારવા અને મજબૂત કરવામાં પણ મદદ મળે છે. બીએસએફે જણાવ્યું હતું કે, ‘ઉત્સવના પ્રસંગોએ મીઠાઇની આપ-લે કરવાની બંને દળો વચ્ચે લાંબા સમયથી ચાલતી પરંપરા છે.

Most Popular

To Top