National

ચીનનું નવું ગતકડું : બોર્ડર પર તનાવ વચ્ચે ડ્રેગને ભારતીય સીમા નજીક જ બુલેટ ટ્રેન શરૂ કરી

એક તરફ LAC પર તણાવ છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય સરહદ (Indo china border) નજીક તિબેટ (Tibet)માં પ્રથમ બુલેટ ટ્રેન (Bullet train) સેવા શરૂ કરી દીધી છે. શુક્રવારે ચીને તિબેટના દૂરસ્થ હિમાલય ક્ષેત્રમાં પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિક બુલેટ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે જે પ્રાંતીય રાજધાની લહાસા અને નિયાંગચીને જોડશે. નિયાંગચી એ અરુણાચલ પ્રદેશની નજીક સ્થિત તિબેટનું સરહદ નગર છે.

સીચુઆન-તિબેટ રેલ્વેના 435.5 કિ.મી.ના લહાસા-નિયાંગચી વિભાગનું ઉદ્ઘાટન 1 જુલાઈએ ચીનની શાસક સામ્યવાદી પાર્ટી (CPC)ના શતાબ્દી ઉજવણી પૂર્વે કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સંચાલિત સિંહુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં પ્રથમ ઇલેક્ટ્રિક સંચાલિત રેલ્વે શુક્રવારે સવારે લહાસાથી નિયાંગચી સુધી શરૂ થઈ હતી, જ્યાં ‘ફ્યુક્સિંગ’ બુલેટ ટ્રેનોએ પ્લેટ ક્ષેત્રમાં સત્તાવાર કામગીરી શરૂ કરી હતી.

ચીનના રાષ્ટ્રપતિએ પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવા સૂચનો આપ્યા
સિંઘુઆન-તિબેટ રેલ્વે કિંઘાઈ-તિબેટ રેલ્વે પછી તિબેટમાં બીજી રેલ્વે હશે. તે કિંઘાઈ-તિબેટ પ્લેટના દક્ષિણપૂર્વ ક્ષેત્રમાંથી પસાર થશે, જે વિશ્વના સૌથી ભૌગોલિક રીતે સક્રિય ક્ષેત્રમાંનો એક છે. નવેમ્બરમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને સૂચના આપી કે સિચુઆન પ્રાંતને તિબેટમાં નિયાંગચી સાથે જોડતા નવા રેલ્વે પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચલાવવાની સૂચના આપી, નવી રેલ્વે લાઇન સરહદની સ્થિરતાને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ચેંગ્ડુથી લહાસાની સફર 48 કલાકથી ઘટાડીને 13 કલાક થઈ ગઈ
સિચુઆન – તિબેટ રેલ્વે સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગ્ડુથી શરૂ થશે અને યાનથી પસાર થઈને કામદો થઈને તિબેટમાં પ્રવેશ કરશે, ચેંગ્ડુથી લહાસા સુધીની સફર 48 કલાકથી ઘટાડીને 13 કલાક કરશે. નિયાંગચી એ મેડોગનું પ્રાંત-સ્તરનું શહેર છે, જે અરુણાચલ પ્રદેશની સરહદની બાજુમાં આવેલું છે.

અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો એક ભાગ કહે છે ચીન
ચીનના કહે છે કે અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે જેને ભારતે ભારપૂર્વક નકારી કાઢ્યું હતું. ભારત-ચીન સરહદ વિવાદ 3,488 કિલોમીટર લાંબી લાઈન એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ઉપર છે. ઝીન્હુઆ યુનિવર્સિટીની રાષ્ટ્રીય વ્યૂહરચના સંસ્થાના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગે અગાઉ રાજ્યના દૈનિક ‘ગ્લોબલ ટાઇમ્સ’ને કહ્યું હતું કે,’ જો ચીન-ભારત સરહદ પર કટોકટીની સ્થિતિ આવે તો રેલવે ચીનને વ્યૂહાત્મક સામગ્રીઓ મોટા પ્રમાણમાં પહોંચાડવામાં મદદ કરશે.

Most Popular

To Top