World

અમેરિકામાં એક બાદ એક હુમલાઃ હવે ન્યુયોર્કમાં અંધાધૂંધ ફાયરિંગ, 11 લોકોને ગોળી વાગી

ક્વીન્સઃ અમેરિકામાં 24 કલાકમાં બીજો હુમલો થયો છે. ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં સામૂહિક ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 11 લોકોને ગોળી મારવામાં આવી છે. આ ઘટના ન્યૂયોર્કના ક્વીન્સ શહેરમાં અમાકુરી નાઈટ ક્લબમાં બની હતી.

આ અગાઉ ન્યુ ઈયરની ઉજવણી દરમિયાન બુધવારે સવારે ન્યૂ ઓર્લિયન્સમાં એક ઝડપી ટ્રકે લોકોને કચડી નાખ્યા હતાં, જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ થયો હતા. આ ઘટનાઓના 24 કલાકમાં આ ત્રીજી ઘટના બની છે.

આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી છે. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી વધુ ઉર્જાવાળા નાઇટ સ્પોટ પૈકી એક ગણવામાં આવે છે.

બુધવારે સવારે ટ્રક ટોળા પર ધસી જતા 10ના મોત થયા
આ અગાઉ બુધવારે વહેલી સવારે ઓર્લિયન્સમાં નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી રહેલા લોકોના ટોળામાં પૂરપાટ ઝડપથી એક વાહન ઘૂસી ગયું હતું, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 35 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની એફબીઆઈ ત્રાસવાદના કૃત્ય તરીકે તપાસ કરી રહી છે.

શહેરના વ્યસ્ત ફ્રેન્ચ ક્વાર્ટરમાં બોર્બોન સ્ટ્રીટ પર બુધવારે સવારે 3.15 વાગ્યાની આસપાસ થયેલા આ હુમલા બાદ પોલીસ સાથેની અથડામણમાં વાહનનો ડ્રાઈવર માર્યો ગયો હતો એમ એફબીઆઈએ જણાવ્યું હતું. વાહન ઉભું રાખ્યા બાદ ડ્રાઈવર ટ્રકમાંથી બહાર આવ્યો અને પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો અને ડ્રાઇવરને મારી નાખ્યો હતો.

બે અધિકારીઓને ગોળી વાગી હતી અને તેઓની હાલત સ્થિર છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ કમિશનર એન્ને કીર્કપેટ્રીકે કહ્યું હતું કે ઈરાદાપૂર્વક આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ડ્રાઈવર બની શકે તેટલા લોકો પર વાહન ચઢાવવા માગતો હતો. આ વિસ્તાર નવા વર્ષની ઉજવણી માટેનું સૌથી મોટું સ્થળ છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રમુખ જો બાઈડેનને આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બાઈડેને કહ્યું એફબીઆઈ આ ભયાવહ ઘટનાની ત્રાસવાદી કૃત્ય તરીકે આ હુમલો સામૂહિક હિંસા કરવા માટે હથિયાર તરીકે વાહનનો ઉપયોગ કરવામાં આવે છે તેનો તાજો દાખલો છે, એક વલણ કે જેણે કાયદા અમલીકરણ અધિકારીઓને ચિંતામાં મૂક્યા છે અને તેની સામે રક્ષણ કરવું મુશ્કેલ હોઈ શકે છે.

Most Popular

To Top