World

અમેરિકાના કેલિફોર્નિયામાં આડેધડ ફાયરિંગ: 4ના મોત, કેટલાક ઘાયલ

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ફરી એક વખત ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. સ્ટોકટન શહેરના એક બેન્ક્વેટ હોલમાં ગત રોજ તા. 29 શનિવારની રાત્રે થયેલા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ ફાયરિંગમાં ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે લગભગ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હુમલો પૂર્વયોજિત હોવાની આશંકા
સાન જોઆક્વિન કાઉન્ટી શેરિફ ઓફિસની પ્રવક્તા હીથર બ્રેન્ટે જણાવ્યું છે કે આ હુમલો પૂર્વયોજિત લાગતો છે. જ્યારે ગોળીબાર બેન્ક્વેટ હોલની અંદર કરવામાં આવ્યો ત્યારે તે સમયે અનેક લોકો અંદર હાજર હતા. હુમલા દરમિયાન મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. જે ઘટનાની ગંભીરતા વધારે છે.



ગોળીબાર બાદ પોલીસની ટીમો તાત્કાળ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ હજી સુધી હુમલાનું કારણ સ્પષ્ટ નથી. કોઈ વ્યક્તિ કે જૂથ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. અધિકારીઓ CCTV ફૂટેજ, સ્થળ પરથી મળેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ હુમલામાં ઘાયલ થયેલા તમામ 10 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલુ છે. ડૉક્ટરો મુજબ કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. હોસ્પિટલ અને પોલીસ બંને પક્ષો સતત અપડેટ આપી રહ્યા છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ
આ ગોળીબાર બાદ સમગ્ર સ્ટોકટન શહેરમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. અમેરિકા છેલ્લા કેટલાંક વર્ષોથી વારંવાર ગન વાયોલેન્સની ઘટનાઓનો સામનો કરી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોષ અને ચિંતા વધતી જાય છે.

પોલીસે લોકોનો સહકાર માગ્યો છે અને જો કોઈ વ્યક્તિ આ ઘટનાની જાણકારી ધરાવે તો તે તરત જ સ્થાનિક અધિકારીઓને સંપર્ક કરે તેવી અપીલ કરી છે.

Most Popular

To Top