મુંબઇમાં હિન્દી અને મરાઠી ભાષાનાં લીધે રસ્તાઓ પર મરાઠી નહિ બોલનારને ધમકાવી રહ્યા ના સમાચાર મળે છે. મરાઠી બોલવા પહેલા પણ આ પ્રકારે લોકો પર દબાણ કરવામાં આવ્યા છે. મરાઠી પ્રાદેશિક ભાષા છે જ્યારે હિન્દી રાષ્ટ્રીય ભાષા છે. રસ્તાઓ પર લોકોને ડરાવી ધમકાવી દબાણ કરવું હિતાવહ નથી. મરાઠી ભાષા વિશે રાજ ઠાકરે શિવસેનાથી અલગ થઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીનું ગઠન કર્યું. રાજ ઠાકરેની પાર્ટીનાં વર્તમાનમાં કોઈ ધારાસભ્ય કે સાંસદ નથી. અલબત, પહેલા રાજ ઠાકરેના ધારાસભ્ય વિધાનસભામાં બેસતા.
આટલા વર્ષોથી મહારાષ્ટ્રમાં ધંધો કરતા હિન્દી ભાષીઓ માટે મરાઠી બોલવી એટલી જ અઘરી છે, ઘણા વર્ષો વીતી ગયા છતાં આ લોકો મરાઠીનો મ બોલી શકતા ન હોય અને સમજતા પણ ન હોય ત્યાં મરાઠી બોલવા માટે દબાણ આપી ને મારામારી કરવી ઠીક નથી. કારણ કે એની બંધારણ પરવાનગી આપતું નથી. મુંબઈ ખાતે કાર્યકર્તાઓ વેપારીને મારમારી દબાણ કરવા આવ્યા હતા. જ્યારે તે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દુકાનદારે એવી દલીલ પણ કરી હતી કે બરાબર મરાઠી બોલતા નથી આવતું પણ મરાઠી બોલું છું. જ્યારે કાર્યકર્તાઓ એ કાયદેસરની મરાઠી બોલવા માટે દબાણ કરીને માર માર્યો હતો! ગુના વિના મારામારી કરવી ખોટી વાત છે. આ ટપોરોગીરી કહેવાય અને રાજકારણીઓ માટે રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. માટે શાંતિ થી કામ લેવું હિતાવહ રહેશે.
સુરત – કાંતિલાલ મંડોત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે