Charchapatra

ભારતનાં યુવાનોને વિદેશ મોહ

ભારતનાં યુવાનોનો વિદેશગમનનો મોહ હદ વટાવી ગયો છે. જો કે એમાં ભારત સરકાર પણ થોડી જવાબદાર ગણાય. કારણ વિદેશ જેટલા નોકરીમાં પૈસા ભારતમાં મળતાં નથી. ઘણાં વર્ષો પહેલાં એટલે કે ભારત ગુલામીની સ્થિતિમાં હતું ત્યારે કાળી મજૂરી કરવા ભારતનાં યુવાનોને ઘસડી જતાં હતાં. ત્યાં ભારતનાં યુવાનો હવાઈજહાજ, સ્ટીમર તથા સ્ટોર્સની સફાઈનું કામ કરતાં હતાં. ધીમે ધીમે તેઓ પોતાની પત્નીઓને પણ લઈ જતાં અને એમનાં સંતાનો પણ ત્યાં કાળી મજૂરી કરતાં હતાં. આનો લાભ લઈ ભારતમાં બીજા ધુતારાઓ વિદેશ મોકલવાની એજન્સીઓ ચલાવવા લાગ્યા અને આજે પણ ઘણાં ધુતારાઓ એજન્સીઓ ચલાવે છે. આ બધું ભારતનાં પછાત ગણાતાં અને ગરીબીથી સબડતાં રાજ્યોમાં વધારે ચાલે છે. હમણાં હમણાં ભાજપ સરકાર આવ્યા પછી સરકારે યુવાનોના પગારમાં વધારો કર્યો છે છતાં વિદેશ કરતાં ઘણો ઓછો છે. એટલે સરકારની ફરજ બને છે કે લોકોના પગારમાં વધારો કરી એમને સંતોષ આપવો. જે સરકાર સત્તામાં હોય તે પક્ષનાં કાર્યકર્તાઓની પણ જવાબદારી છે કે યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપે.
સુરત     – ડૉ.કે.ટી.સોની     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આવો, વૃદ્ધો અને વૃક્ષોનું જતન કરીએ
આપણા સમાજમાં વૃક્ષો અને વૃદ્ધોનું આગવું મહત્ત્વ છે. ઘરનાં વૃદ્ધો કે વડીલોને પ્રથમ પ્રણામ કરી આશીર્વાદ લઈએ છીએ. તેમ વૃક્ષોને દેવ માની પૂજન કરીએ છીએ.શાસ્ત્રોમાં કહેવાયું છે કે છોડમાં રણછોડ છે અને વૃક્ષમાં વાસુદેવ…વૃક્ષ શીતળતા અને છાંયડો આપે છે.તેમ વૃદ્ધો પરિવારનું જતન અને રક્ષણ કરે છે.જેમ વૃક્ષ,બીજમાંથી વટવૃક્ષ થાય છે તેમ માનવ બાળક,યુવાની પછી વૃદ્ધ થાય છે.બંને ઉપયોગી છે. વૃક્ષો ઑક્સિજન આપે છે તેમ વૃદ્ધો પરિવાર માટે સંજીવની હોય છે. આવો, અનેકવિધ ઉપયોગી વૃદ્ધો અને વૃક્ષોને સાચવીએ, તેની જાળવણી કરીએ.રાજકોટના આંગણે મોરારિ બાપુની માનસ રામકથા ચાલી રહી છે તેથી  કથાનું થીમ ‘વૃદ્ધો અને વૃક્ષો’ રાખવામાં આવ્યું છે. કથા રસપાન કરી બંનેનું જતન કરીએ.
સુરત     – યોગેન્દ્ર પટેલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top