Charchapatra

ભારતના સુપર સેનાપતિ

શ્રી બીપીન રાવત તમિલનાડુ ના કુન્નુર ના ગીચ જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થતા તેમનુ અને તેમના પત્નિ સહિત અન્ય 12વ્યક્તિ ઓના અકસમાતમા નિધન થયા હતા  પ્રભુ તમામના આત્માને શાંતિ આપે સી ડી એસ શ્રી બિપિન રાવત પાકિસ્તાન અને ચીન ને આંખમાં કણાની જેમ ખટકતા હતા કારણ કે પાકિસ્તાન કાશ્મીરના મુદ્દે વારમવાર ભારત ને યુધ્ધ લડવા ની ધમકી આપે છે અને ભારતમા આતંકવાદ ફેલાવે છે તો ચીન લડાખ અને અરૂણાચલ અને અન્ય સીમા  પર કબ્જો જમાવવાની  કોશિશ કરે છે તેનો સેનાપતિ શ્રી બીપીન રાવત જડબાતોડ જવાબ આપવા માટે સદા તૈયાર રહેતાં હતાં .

જે રીતે હેલિકોપ્ટર નીચી ઉડાને હતુ અને તે જયારે ગાઢ ધુમ્મસ દાખલ થયુ  ત્યારે જ જારદાર ધડાકો થયો. તો શંકા થાય છે કે હેલીકોપ્ટર ઝાડ સાથે અથડાયુ નથી તો પછી આકાશમાં  જોરદાર વિસ્ફોટ થયો કેવી રીતે?     પ્રથમ દ્રષ્ટિએ શંકા ઉત્પન્ન થાય તે સ્વભાવિક છે કે આ હેલિકોપ્ટર ક્રેશ કરાવવામાં   ચીન કે પાકિસ્તાનનો કોઇ હાથ તો નથી ને? કારણ કે  જે હેલીકોપ્ટર માં તેઓ સફર કરતા હતા તે  હેલીકોપ્ટર   સલામતી ની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે નેતાઓ પણ આ હેલીકોપ્ટર મા સવારી કરે જ છે .જયારે અકસ્માત થવાનો કોઈ અવકાશ જ ન હોય તો પછી અકસમાત કરાવવા માટે દુશમન દેશ પર શંકા જાય તે સ્વભાવિક છે હાલ શંકા છે કોઈ ઠોસ પુરાવા નથી.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top