નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) મુદ્દે ચીનને (China) જોરદાર જવાબ આપ્યો છે. ભારતે પાડોશી દેશને સ્પષ્ટ કરી દીધું છે કે ચીન તેના પાયાવિહોણા દાવાઓનું ગમે તેટલું પુનરાવર્તન કરે. પરંતુ તે ભારતના વલણને બદલશે નહીં, કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સિંગાપોરની તેમની મુલાકાત દરમિયાન નેશનલ યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ ખાતે તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા મેટર્સ’ પર વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા એસ જયશંકરે કહ્યું, “આ કોઈ નવો મુદ્દો નથી. ચીને દાવો કર્યો છે. તેમજ આ જ દાવાઓનો વિસ્તાર કર્યો છે.
દાવાઓ શરૂઆતમાં હાસ્યાસ્પદ હતા. અને આજે પણ તે હાસ્યાસ્પદ છે. અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે કારણ કે તે ભારતમાં આવેલ છે. એટલે નહીં કે અન્ય કોઈ દેશ કહે છે કે તે ભારતનો ભાગ છે. આ સાથે જ બેઇજિંગના દાવાઓને “હાસ્યાસ્પદ” ગણાવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે. તેમજ કોઇ અન્ય દેશના દાવાઓથી સચ્ચાઇ બદલાશે નહીં.
ચીનને કડક સંદેશ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અરુણાચલ પ્રદેશના મુદ્દા પર અમારું વલણ ઘણી વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં જ અમે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ચીન તેના ‘પાયાવિહોણા દાવાઓ’નું ગમે તેટલું પુનરાવર્તન કરે, ભારતનું વલણ બદલવાનું નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે.
એસ જયશંકરે નિવેદન આપ્યું હતું
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અરુણાચલ પ્રદેશ પર ચીનના વારંવારના દાવાને ‘વાહિયાત’ ગણાવીને નકારી કાઢ્યા હતા. જયશંકરે કહ્યું હતું કે આ સરહદી રાજ્ય “ભારતનો કુદરતી ભાગ” છે. અરુણાચલ પર ચીનના વારંવારના દાવાઓ અને રાજ્યમાં ભારતીય નેતાઓની મુલાકાતના ચીનના વિરોધ અંગેની તેમની જાહેર ટિપ્પણીમાં જયશંકરે કહ્યું કે આ કોઈ નવો મુદ્દો નથી.
ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો
ચીનના વિદેશ મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે કહ્યું હતું કે આ સંબંધમાં પાયાવિહોણી દલીલોનું પુનરાવર્તન કરવાથી આવા દાવાને કોઈ માન્યતા મળતી નથી. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો, છે અને રહેશે. અરુણાચલના લોકોને અમારા વિકાસ કાર્યક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો લાભ મળતો રહેશે.