Sports

દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે યશસ્વીની ધુંઆધાર સદી, ડોન બ્રેડમેન-સચિનના ક્લબમાં સામેલ થયો

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે તા. 10 ઓક્ટોબરથી શરૂ થયેલી બીજી ટેસ્ટના પહેલાં દિવસે ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુબમન ગિલે પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ભારતીય બેટ્સમેનોએ સાચો સાબિત કર્યો હતો.

ઓપનર યશસ્વી જયસ્વાલ અને કે.એલ. રાહુલે સારી શરૂઆત અપાવી હતી. જોકે, રાહુલ અંગત 38ના સ્કોર પર આઉટ થયો હતો પરંતુ ત્યાર બાદ યશસ્વીએ સાંઈ સુદર્શન સાથે મળી ટીમને સ્થિરતા અપાવી હતી. બંને બેટ્સમેનોએ વેસ્ટઈન્ડિઝના બોલરોને જરાય મચક આપી નહોતી.

લંચ બાદ બંને બેટરોએ સટાસટી બોલાવી હતી, જેના લીધે સ્કોરબોર્ડ સતત ફરતું રહ્યું હતું. યશસ્વીએ સદી ફટકારી હતી, જ્યારે સાઈ સુદર્શન (87) સદી ચૂક્યો હતો. પહેલાં દિવસના અંતે ભારતનો સ્કોર 318/2 હતો. કેપ્ટન ગિલ (20) અને યશસ્વી જયસ્વાલ (173) રમતમાં છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટની પહેલા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પહેલા દિવસના અંતે ભારતે બે વિકેટે 318 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 173 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે શુભમન ગિલ 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. યશસ્વીએ પોતાની ઇનિંગ્સમાં 253 બોલનો સામનો કર્યો છે અને 22 ચોગ્ગા ફટકાર્યા છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું. ભારત હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેચ માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે બે ફેરફાર કર્યા છે. બ્રાન્ડન કિંગ અને જોહાન લિન બહાર છે, જ્યારે એન્ડરસન ફિલિપ અને ટેવિમ ઈમલાચનો સમાવેશ થાય છે.

ડોન બ્રેડમેન-સચિન તેન્ડુલકરના ક્લબમાં સામેલ થયો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શાનદાર બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલે પોતાની સાતમી ટેસ્ટ સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ હાંસલ કરી. તેઓ 24 વર્ષની ઉંમર પહેલા સાત કે તેથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ખેલાડીઓના જૂથમાં સામેલ થઈ ગયા છે.

આ યાદીમાં પહેલું નામ ઓસ્ટ્રેલિયાના મહાન ભૂતપૂર્વ ક્રિકેટ બેટ્સમેન ડોન બ્રેડમેનનું છે. બ્રેડમેને 24 વર્ષની ઉંમર પહેલા 12 સદી ફટકારી હતી. “ક્રિકેટના ભગવાન” તરીકે ઓળખાતા સચિન તેંડુલકર બીજા સ્થાને આવે છે. સચિને 24 વર્ષની ઉંમર પહેલા 11 સદી ફટકારી હતી.

ગારફિલ્ડ સોબર્સ ત્રીજા સ્થાને છે, જેમણે સોબર્સનાં બેટથી નવ સદી ફટકારી છે. યશસ્વી સહિત પાંચ ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, જાવેદ મિયાંદાદ, ગ્રીમ સ્મિથ, એલિસ્ટર કૂક અને કેન વિલિયમસન સાથે ચોથા સ્થાને છે. આ પાંચેય ખેલાડીઓએ 24 વર્ષની ઉંમર પહેલા સાત-સાત સદી ફટકારી છે. 

Most Popular

To Top