બાંગ્લા દેશમાં સત્તાપલટો થતાં દેશનું સંચાલન કટ્ટરપંથીઓના હાથમાં આવી ગયું છે ત્યારથી જ રોજ રોજ ભારતવિરોધી નિવેદનો કરે છે અને બાંગ્લા દેશમાં રહેલાં હિન્દુઓને તકલીફ આપે છે અને ભારતવિરોધી વિવાદાસ્પદ નિવેદનો આપતું રહે છે પરિણામે હવે ભારતે પણ વળતો જવાબ આપતાં બાંગ્લા દેશની સામે ટ્રેડ વોર શરૂ કર્યું છે, જે બાંગ્લા દેશને ભારત મફત જેવા ભાવે પોતાના બંદર તેમજ હવાઈ માર્ગે માલસામાન મોકલવા પરવાનગી આપી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે પરિણામે બાંગ્લા દેશે એક્સપોર્ટ કરેલો માલ ભારતીય બંદર પર અને એરપોર્ટ પર પડી રહ્યો છે.
બાંગ્લા દેશ પોતાનો એક્સપોર્ટ કરેલો માલ બીજા દેશ થઈને મોકલવો ખૂબ જ મોંઘો પડી શકે છે, પોતાનો માલ કયા દેશથી મોકલવો તેની ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને બીજી તરફ આત્મઘાતી પગલું એ લીધું કે ભારતથી આવતા યાર્ન પર બાંગ્લા દેશે અવિચારી રોક લગાવી દેતાં રો મટીરીયલ વગર બાંગ્લા દેશનો ગારમેન્ટસ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે. ભારત સામે દુશ્મની રાખતું બાંગ્લા દેશ ટ્રેડ વોરમાં ભારત સામે ઘૂંટણિયે પડેલું દેખાઈ રહ્યું છે.
સુરત -વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
