ટ્વિટરે સોમવારના (Monday) રોજ એક મોટી જાહેરાત કરી હતી જેમાં જૈક ડોર્સીએ (Jack Dorsey) 16 વર્ષ બાદ પોતાનું CEO પદ છોડીને આ પદ ભારતના પરાગ અગ્રવાલને (Parag Agarwal) સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડોર્સીએ પોતાના સહકર્મચારીઓને પત્ર લખી જણાવ્યું હતું કે કંપનીમાં કો-ફાઉન્ડર અને સીઈઓ સુધીની ભૂમિકા નિભાવ્યા બાદ હું એ આ નિર્ણય લીધો છે. તેમજ મને પરાગ ઉપર ભરોસો છે તેઓનો કાર્યકાળ છેલ્લાં 10 વર્ષ દરમિયાન ખૂબ જ સરસ રહ્યો છે.
45 વર્ષીય પરાગ અગ્રવાલ છેલ્લા એક દશકાથી ટ્વિટર (Tweeter) સાથે જોડાયેલા છે. તેઓ 2011 થી ટ્વિટર સાથે જોડાયેલા છે. ટ્વિટર સાથે તેએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયા હતાં ત્યારબાદ સમય જતાં વર્ષ 2017માં તેઓ ચીફ ટેક્નોલોજી ઓફિસર બન્યા. પરાગે અગાઉ Microsoft, Yahoo અને ATIT લેબ્સ સાથે કામ કર્યું હતું. ભણતરની વાત કરીએ તો તેઓએ આઈઆઈટી (IIT) બોમ્બેમાંથી(Bombay) કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બીટેક કર્યું અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી પૂર્ણ કર્યું હતું.
ડોર્સીએ ટ્વિટર અને સ્ક્વેર બંનેના સીઈઓનું પદ સંભાળ્યું હતું. ટ્વિટરના ઇલિયટ મેનેજમેન્ટે 2020માં જેક ડોર્સીને સીઇઓ તરીકે બદલવાની માંગ કરી હતી. ટ્વિટરે આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે 2023 ના અંત સુધી 315 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓ અને ઓછામાં ઓછી વાર્ષિક આવક બમણી કરવાનું લક્ષ્ય રાખે છે આ લક્ષ્ય પૂર્ણ કરવાની જવાબદારી પરાગ અગ્રવાલ ઉપર છે કે જેથી કંપની પોતાના આંતરિક લક્ષ્યો પાર પાડી શકે.
જુલાઈ 2006 માં ટ્વિટરની શરૂઆત કરવામાં થઈ હતી. આ દરમ્યાન તેના ઉપર સૌપ્રથમ ટ્વિટ તેના કો-ફાઉન્ડર અને સીઈઓ જેક ડોર્સીએ કર્યું હતું. સીઈઓ તરીકે ડોર્સીનો પ્રથમ કાર્યકાળ 2008 સુધી ચાલ્યો હતો. ત્યારબાદ CEO ડિક કોસ્ટોલોના પદ છોડ્યા પછી 2015 માં તેઓ પાછા જોડાયા હતાં. સૂત્રો મુજબ કંપનીનું બોર્ડ ગયા વર્ષથી ડોર્સીની જગ્યાએ બીજા સીઈઓ નિયુકત કરવાની વિચારણા કરી રહ્યું હતું.
દરમિયાન અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી અને વિવાદાસ્પદ પોસ્ટના લીધે વારંવાર ટ્વીટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવતું હોય કંગનાએ આજે ટ્વીટરના સીઈઓ પર કટાક્ષ કર્યો હતો. તેણે પોસ્ટ જેકને અલવિદા કહેતા બાય જેક ચાચા એવી પોસ્ટ કરી હતી.