નવી દિલ્હી: ભારતની (India) મેન્યુફેકચરિંગ સેકટરની (Manufacturing sector) એકટિવીટી (Activity) જુલાઇમાં તેના આઠ મહિનાના સૌથી ઉંચા સ્તરે પહોંચી હતી, જે ધંધા ઉદ્યોગોના ઓર્ડરોમાં નોંધપાત્ર વધારાથી પ્રેરાઇ છે એમ એક માસિક સર્વેએ આજે જણાવ્યું હતું. સિઝનલી એડજસ્ટેડ એસએન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જુલાઇમાં વધીને પ૬.૪ ટકા થયો હતો જે જૂનમાં ૫૩.૯ ટકા હતો, જે આઠ મહિનામાં આ સેકટરની તંદુરસ્તીમાં સૌથી મજબૂત સુધારાનું પ્રતિબિંબ પાડે છે.
જુલાઇ પીએમઅઇ ડેટા સતત ૧૩મા મહિનામાં કુલ ઓપરેટિંગ કંડીશનોમાં સુધારા તરફ નિર્દેશ કરે છે. પીએમઆઇ પારલેન્સમાં પ૦ની ઉપરની પ્રિન્ટ વિસ્તરણ અને પ૦ની નીચેનો સ્કોર સંકોચન દર્શાવે છે. ભારતીય મેન્યુફેકચરીંગ ઉદ્યોગે જુલાઇમાં વધુ ઝડપી આર્થિક વિકાસ અને હળવા થતા ફુગાવાનું આવકાર્ય સંમિલન દર્શાવ્યું છે એ મુજબ પોલિન્ના ડી લીમાએ જણાવ્યુ હતું જેઓ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે ઇકોનોમિક એસોસિએટ ડિરેકટર છે. માગમાં વધારો ચાલુ રહ્યો છે, જુલાઇમાં નવા ઓર્ડરો નોંધપાત્ર વધ્યા છે અને જુનમાં વિકાસની ઝડપમાં જે નુકસાન થયું હતું તે રિકવર થયું છે.
આ આંકડાઓ મુખ્યત્વે એવા ઉદ્યોગોના માસિક સર્વે પર આધારિત છે જેઓ મેન્યુફેકચરિંગ પ્રવૃતિઓમાં રોકાયેલા છે. જો કે આ સર્વે મુજબ જુનના ૨૭ મહિનાના નીચા દેખાવમાં સુધારા છતાં ઉદ્યોગોની લાગણીનું ઓવરઓલ લેવલ ઐતિહાસિક આંકડાના સંદર્ભમાં દબાયેલું રહ્યું છે. તેણે એ વાતની પણ નોંધ લીધી છે કે જ્યારે કંપનીઓએ કાચા માલની ખરીદી વધારી છે ત્યારે પણ રોજગારીઓનું સર્જન તો અચોક્કસ દેખાવ વચ્ચે મંદ જ રહ્યું છે.