મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) આજે તા. 12 જાન્યુઆરી 2024ના રોજ મુંબઈને (Mumbai) દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ (SeaBridge) અટલ સેતુ (AtalSetu) ભેટમાં આપશે. આ આખો પુલ 21.8 કિલોમીટર લાંબો છે. તેમાંથી 16.5 કિમી સમુદ્ર પર અને 5.5 કિમી જમીન પર છે. 6 લેનમાં ટ્રાફિક રહેશે. આ પુલની ભેટથી મુંબઈ અને નવી મુંબઈના લોકોને લાંબી મુસાફરી અને ટ્રાફિક જામમાંથી રાહત મળશે. 2 કલાક લાંબી મુસાફરી માત્ર 20 મિનીટમાં કરી શકાશે. અટલ બ્રિજ પર મુસાફરી કરનારાઓએ માત્ર 250 રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે.
દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ વિશે ખાસ વાતો…
- મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાય છે. અગાઉ બે કલાકનો સમય લાગતો હતો. અટલ સેતુ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ ઘટશે.
- અટલ સેતુના નિર્માણમાં લગભગ 177,903 મેટ્રિક ટન સ્ટીલ અને 504,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- અંદાજે રૂ. 18,000 કરોડના ખર્ચે બન્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે પૂર્ણ થયા પછી, લગભગ 70,000 વાહનો દરરોજ દોડશે અને તે 100 વર્ષ સુધી ચાલતું રહેશે.
- ડ્રાઇવરોને અટલ સેતુ પર મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. દરિયાઈ પુલ પર ભારે વાહનો, બાઇક, ઓટો રિક્ષા અને ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવશે નહીં.
- લાઇટિંગ પોલ ચોમાસા દરમિયાન વધુ વેગના પવન સામે ટકી રહે તે માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. વીજળીથી થતા સંભવિત નુકસાન સામે રક્ષણ માટે લાઈટનિંગ પ્રોટેક્શન સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે.
- સેવરીથી 8.5 કિમી લાંબો નોઈસ રેસિસ્ટન્ટ મુકવામાં આવ્યો છે, કારણ કે પુલનો એક ભાગ ફ્લેમિંગો પ્રોટેક્ટેડ એરિયા અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાંથી પસાર થાય છે. 2018 થી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કુલ 5,403 મજૂરો અને એન્જિનિયરોએ દરરોજ કામ કર્યું. પ્રોજેક્ટ પર કામ કરતી વખતે સાત મજૂરોએ જીવ ગુમાવ્યા.
- અટલ સેતુને મુખ્ય મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે રાજ્યના બે સૌથી મોટા શહેરો વચ્ચે જોડાણને વધુ વધારશે. દરિયાઈ સપાટીથી 15 મીટરની ઊંચાઈએ બનેલો દરિયાઈ પુલ બાંધકામનો સૌથી મુશ્કેલ ભાગ હતો. દરિયાઈ ભાગમાં, એન્જિનિયરો અને કામદારોને સમુદ્રતળમાં લગભગ 47 મીટર ખોદવું પડ્યું.
- હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે ટોલ 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ અન્ય વાહનોના પ્રમાણસર હશે. આપણે સ્પષ્ટપણે સમજવું પડશે કે અન્ય દરિયાઈ લિંક્સ માટે ટોલ રૂ. 85 થી રૂ. 90 છે. તે ગુણોત્તર મુજબ રૂ. 500 મોટી રકમ છે, પરંતુ સરકારે ટોલ રૂ. 250 નક્કી કર્યો છે.