Editorial

ભારતનો વૈશ્વિકસ્તરે વધી રહેલો દબદબો આગામી દિવસોમાં ભારતીયોને લાભ જ કરાવશે

ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના  બાદ થાઈલેન્ડે WTOમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી.  અધિકારીએ જણાવ્યું કે થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) 13મી મંત્રી પરિષદ (MC-13)માંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવી માહિતી છે કે થાઈલેન્ડના વિદેશ સચિવને હવે તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી હતી.

મંત્રી સ્તરની મંત્રણા પાંચમા દિવસમાં પ્રવેશી ગઈ છે. અધિકારીએ કહ્યું કે ભારતે મંગળવારે સલાહ સૂચન માટેની બેઠક દરમિયાન પીટફિલ્ડની ટિપ્પણીઓ પર ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે નવી દિલ્હી પર આરોપ લગાવ્યો હતો કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર ચોખા ખરીદવાનો કાર્યક્રમ લોકો માટે નથી, પરંતુ નિકાસ બજારને કબજે કરવા માટે છે. જેની સામે ભારતે ઔપચારિક રીતે થાઈલેન્ડ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને WTOના વડા, કૃષિ સમિતિના વડા કેન્યા અને UAE સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેના વિરોધને પગલે થાઈ રાજદૂતની બદલી કરવામાં આવી છે.

માલદીવ સરકારે પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક ટીપ્પણી કરનાર મંત્રીઓ મરિયમ શિઉના અને હસન જિહાનને મંત્રી પદેથી બરખાસ્ત કરી દીધા છે. પીએમ મોદીની મજાક ઉડાવનાર કેટલાક અધિકારીઓને પણ બરખાસ્ત કર્યાં છે. માલદીવ સરકારના પ્રવક્તા અને મંત્રી ઈબ્રાઈમ ખલીલે એક નિવેદન બહાર પાડીને મંત્રીઓ અને અધિકારીઓની બરખાસ્તગીનું એલાન કર્યું હતું. પીએમ મોદી અને ભારત સામે વાંધાજનક બોલનાર માલદીવના મંત્રી મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનને બરખાસ્ત કરાયા હતાં. આ કિસ્સો પણ દર્શાવે છે કે ભારત સામે હવે ખોટી રીતે આંખ ઉઠાવવી ભારે પડી શકે છે.

બીજી એક મહત્વની આંતર રાષ્ટ્રીય ઘટનાની વાત કરીએ તો તે રશિયા અને યુક્રેનના યુદ્ધની છે. રશિયા અને યુક્રેનના જંગને બે વર્ષ પૂરા થવા આવ્યા છે. હજી પણ બંને દેશોની સેનાઓ એક બીજા સામે લડી રહી છે. બંને પક્ષોએ ભારે ખુવારી પણ થઈ છે. જોકે બેમાંથી કોઈ પીછેહઠ કરવા માટે તૈયાર નથી.આ યુદ્ધનો નજીકના ભવિષ્યમાં કોઈ અંત દેખાઈ રહ્યો નથી પણ યુક્રેનના ડેપ્યુટી વિદેશી મંત્રીએ ભારતને લઈને મહત્વનુ નિવેદન આપ્યુ છે.

ડેપ્યુટી વિદેશ મંત્રી ઈરીના બોરોવેટસે ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવીને કહ્યુ છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન શોધવા માટે ભારતે મહત્વની ભૂમિકા ભજવવાની જરુર છે.તેમણે આગળ કહ્યુ હતુ કે, યુક્રેને માર્ચમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારા વૈશ્વિક શાંતિ શિખર સંમેલન માટે ભારતને આમંત્રણ આપ્ય છે. ભારતની વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા છે. ભારત એક ગ્લોબલ લીડર છે અને ગ્લોબલ સાઉથ એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં આવેલા દેશોનો મુખ્ય અવાજ છે. ભારત દ્વારા યુક્રેનની સંપ્રભુતાનુ હંમેશા સન્માન કરવામાં આવ્યુ છે. મને લાગે છે કે, ભારત આ યુદ્ધનુ શાંતિપૂર્ણ સમાધાન થાય તે માટે કાર્યવાહી કરી શકે છે. ભારતે આ કવાયતનો હિસ્સો બનવાની જરુર છે.

આ યુદ્ધ વચ્ચે પણ ભારતે તેનો રશિયા સાથેનો વ્યાપારિક સંબંધ જાળવી રાખ્યો છે. અમેરિકા અને નાટોના દેશો એટલે કે યુરોપમાં પ્રભુત્વ ધરાવતાં દેશોએ રશિયા સાથે વ્યાપારિક સંબંધ કાપી નાંખવાની સ્પષ્ટ સૂચના તમામ દેશોને આપી દીધી હતી. જો કે, તેની વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખી હતી અને તે હજુ પણ ચાલી રહી છે. તેવી જ રીતે રશિયાની ખાણોમાંથી નીકળતા હીરા પણ ભારતે ખરીદવાનું ચાલું રાખ્યું હતું. દેશના દરેક હીતમાં ભારત ખૂબ જ સાવધાનીથી પગલાં ભરે છે તેના કારણે જ અન્ય કોઇ દેશ ભારત ઉપર સીધો આક્ષેપ કરી શકવાની સ્થિતિમાં નથી. રશિયન મૂળના હીરાના મુદ્દે જી7 દેશોએ ભારતમાંથી એક્સપોર્ટ થતાં એક કેરેટથી વધુના હીરા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

ખાલીસ્તાની આતંકી નિજજરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે, તેવા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડોએ કેનેડાની સંસદમાં જ ભારત ઉપર સીધા આક્ષેપો કરતાં ભારત અને કેનેડાના સંબંધો ખરાબે ચઢી ગયા હતા. કેનેડાએ આ આક્ષેપો કર્યા પછી ભારતીય હાઈકમિશનના એક રાજદ્વારીને કેનેડા છોડવાનો આદેશ આપતાં ભારતે વળતા પ્રવાહ રૂપે કેનેડાનાં ભારત સ્થિત હાઈકમિશનના એક રાજદ્વારીને ભારત છોડવા આદેશ આપી દીધો હતો. ભારતનાં વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈકમિશ્નર કેમરૂન મેક્કેઇને આજે બોલાવી કેનેડીયન હાઈકમિશનના એક વરિષ્ટ અધિકારીને પાંચ દીવસમાં ભારત છોડી દેવા આદેશ આપ્યો હતો. તે માટે કારણો દર્શાવતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત-વિરોધી ગતિવિધિઓમાં તેમની ભાગીદારી ભારતની આંતરિક બાબતોમાં પણ હસ્તક્ષેપ કરવાની તેમની હરકતોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વાસ્તવમાં જી-૨૦ સમિટમાં પણ જસ્ટીન ટ્રુડો ઉપર પસ્તાળ પડી હતી. ત્યારથી ટ્રુડો ભારત વિરોધી કાર્યવાહીમાં લાગી પડયા છે. તેમણે ભારતમાં જેની ઉપર ૧૦ લાખનું ઇનામ હતું તેવા શસ્તરોના તસ્કર, ખાલીસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાથી કેનેડાની સંસદમાં આડકતરો આક્ષેપ કરતાં કહ્યું હતું કે આવી અમાનુષ હત્યામાં કોઈ બીજા દેશ કે વિદેશી સરકારની સંલિપ્તતા, ચલાવી નહીં શકાય. આવાં વિધાનો કર્યા પછી તેમણે ભારતીય હાઈકમિશનના એક ઉચ્ચ અધિકારીને અનીચ્છનીય વ્યક્તિ કહી. કેનેડા છોડી દેવાયેલા આદેશને પગલે ભારતે વળતા જવાબમાં કેનેડાનાં હાઈકમિશનના એક અધિકારીને ભારત છોડવા આદેશ આપ્યો હતો.

આ વિવાદ વંટોળ વચ્ચે નિરીક્ષકો જણાવે છે કે ટ્રૂડોને દુ:ખે છે પેટમાં અને કૂટે છે માથું તેવો ઘાટ થયો છે. વાસ્તવમાં ભારતે લડાખ અને દોકલામ તથા અરૂણાચલમાં ચીનને જડબાં તોડ જવાબ આપ્યા પછી ભારતની સેનાકીય શક્તિની દુનિયાને જાણ થઇ ગઈ છે. ઇન્ડો -પેસિફિક વિસ્તારમાં પણ યુએસની સાથે રહી, ભારત ચીનને પડકારી રહ્યું છે. તેનાં ચંદ્રયાન-૩ અને સૂર્યનમસ્કાર નામક સૂર્યયાનની સફળતાને ભારતની વિજ્ઞાાન શક્તિની દુનિયાને જાણ કરાવી દીધી છે. તેમાં જી-૨૦ની સફળતાએ શિરમોર પિચ્છ ચઢાવ્યું છે. આ કેનેડાથી સહન થઇ શક્તું નથી. ચોગમ મીટમાં ઇંગ્લેન્ડના રાજા કે રાણીની જમણી બાજુએ પહેલાં કેનેડાના વડાપ્રધાન હોય છે, પછી ભારતના વડાપ્રધાન હોય છે. ડાબી બાજુએ પહેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હોય છે.

પછી પાકિસ્તાનના વડાપ્રધાન રહે છે. પાકિસ્તાનનો હવે લગભગ નામ શેષ રહ્યું છે. તેવામાં ભારતનો દબદબો વિશ્વભરમાં એક લશ્કરી અને આર્થિક મહાસત્તા જેવો રહ્યો છે. જી-૨૦ પરિષદમાં આફ્રિકન યુનિયનના પ્રમુખને બોલાવી તેને પૂરૂ માન આપ્યા પછી સંભવ તે પણ છે કે હવે મળનારી યુનોની મહાસભામાં, ભારતને સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે પણ નિર્વાચિન કરવામાં આવે આ બધું એકિ સાથે ટ્રૂડોનાં મનમાં ઘોળાઈ રહ્યું હોય, તેવામાં જી-૨૦ પરિષદમાં તેમની ઉપર પડેલી પસ્તાળથી અંદરથી ખોખરા ધૂંધવાયા હોય. આ તેમના પેટમાં દુ:ખતું હશે. તેથી ભારતના રાજદ્વારી ઉપર આક્ષેપો મુકી તેમને અનીચ્છનીય વ્યક્તિ કહી. દેશ છોડવા કહ્યું હશે.

Most Popular

To Top