કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ઔદ્યોગિક અને સામાજિક વિકાસના હેતુથી દિલ્હી-મુંબઈ વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઈવેનું (Delhi-Mumbai Green Express Highway) નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હાઈવે કુલ 1380 કિલોમીટર લાંબો બનશે. રૂપિયા 98,000 કરોડના ખર્ચે આ હાઈવે બની રહ્યો છે. ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થાય તેવો એક આઈકોનિક નિર્માણ આ હાઈવે અંતર્ગત ભરૂચ ખાતે થઈ રહ્યું છે. ખરેખર ભરૂચ ખાતે નર્મદા નદીની ઉપર 8 લેનનો આઈકોનિક બ્રિજ બનાવવામાં આવનાર છે. (India’s First Iconic 8 lane bridge on narmada river ) ગ્રીન એક્સપ્રેસ હેઠળ 8 લેનનો આ બ્રિજ દેશનો પ્રથમ આઈકોનિક બ્રિજ બનશે.
- ગુજરાતના દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે.
- આ હાઇવે રાજસ્થાનના 380 કિલોમીટર, મધ્યપ્રદેશના 370 કિલોમીટર, મહારાષ્ટ્રના 120 કિલોમીટર અને હરિયાણામાં 80 કિલોમીટરની લંબાઇ ધરાવે છે.
આ હાઇવે ગુજરાતમાં 423 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. ગુજરાતમાં જે હાઇવે બની રહ્યો છે તેમાં 35000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં 60 મોટા બ્રીજ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને આઠ આરઓબી નિર્માણ પામશે. ભરૂચ પાસે નર્મદા નદી પર બાંધવામાં આવી રહેલો આઇકોનિક બ્રીજ ભારતનો પ્રથમ આઠ લેનનો બ્રીજ હશે. નવા એક્સપ્રેસ હાઇ-વેથી દિલ્હી અને મુંબઇ વચ્ચેનો મુસાફરી સમય 24 કલાકથી ઘટીને 12 કલાક થશે.
આ હાઇવે રાજસ્થાનના 380 કિલોમીટર, મધ્યપ્રદેશના 370 કિલોમીટર, મહારાષ્ટ્રના 120 કિલોમીટર અને હરિયાણામાં 80 કિલોમીટરની લંબાઇ ધરાવે છે. કુલ પાંચ રાજ્યોના મોટા શહેરો જેવાં કે જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને સુરતનું ડેવલપમેન્ટ ઝડપથી થઇ શકશે.
આ ગ્રીન હાઇવેની શરૂઆત માર્ચ 2019માં કરવામાં આવી હતી. 1380 કિલોમીટર પૈકી 1200 કિલોમીટરના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે. ગુજરાતમાં કુલ 390 કિલોમીટરના માર્ગ માટે કોન્ટ્રાક્ટ અપાઇ ચૂક્યાં અને હાલ કામ ચાલી રહ્યું છે. ગુજરાતના દાહોદ, લીમખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ સહિત અન્ય શહેરોને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્યભરમાં અનેક ઇન્ટરચેન્જની યોજના છે.
એક્સપ્રેસ વેના નિર્માણમાં આબોહવાના અનુરૂપ પેવમેન્ટ ડિઝાઈનનો ઉપયોગ થઈ રહ્યો છે
હાઈવેના દિલ્હી-વડોદરા વચ્ચેના રસ્તા પર નવી પેવમેન્ટ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. જે એક્સપ્રેસ-વે ને આબોહવાની પરિસ્થિતિઓના આધારે ટકાઉ બનાવશે. કોંક્રિટ પેવમેન્ટ ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે જ એક્સપ્રેસ વેની 33 રોડસાઇડ સુવિધાઓ (WSAs)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ હાઇવેમાં વડોદરા-અંકલેશ્વરનો 100 કિલોમીટરનો વિસ્તાર બાંધકામના અંતિમ તબક્કામાં છે. માર્ચ 2022 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. માર્ચ 2023 સુધીમાં અંકલેશ્વરથી નવસારી સુધીનો બાકીનો વિભાગ પૂર્ણ થતાં વડોદરાથી મુંબઇ માત્ર સાડા ત્રણ કલાકમાં અને પહોંચી શકાશે.
એક્સપ્રેસ વેની આસપાસ 40 લાખ વૃક્ષોનું વાવેતર કરાશે, વન્યજીવો ડિસ્ટર્બ નહીં થાય તે માટે ઓવર અને અંડરપાસ બનવાશે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ) દ્વારા હાઇવે પર 40 લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ કોરિડોરમાં ત્રણ વન્યજીવન અને સાત કિલોમીટરની સંયુક્ત લંબાઇ સાથે પાંચ ઓવરપાસ હશે, જેથી વન્ય જીવો ડિસ્ટર્બ નહીં થાય. આ હાઇવેના નિર્માણમાં 1.2 મિલિયન ટન સ્ટીલ અને આઠ મિલિયન ટન સિમેન્ટ વાપરવામાં આવશે. દિલ્હીથી વડોદરા વિભાગ માટે 15000 હેક્ટર વિસ્તાર માટે જમીન સંપાદન કામગીરી એક વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. એક્સપ્રેસવેની બંને બાજુ એટલી ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે કે ભવિષ્યમાં તેને 12 લેન સુધી વધારી શકાય તેમ છે.