SURAT

ભારતનું એક્સપોર્ટ વધ્યું, કયા કયા ક્ષેત્રોમાં થયો વધારો

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ધી ન્યૂ ડીજીએફટી આઇટી પોર્ટલ’ વિશે વેબિનારનું આયોજન કરાયું હતું. આ વેબિનારને સંબોધતાં ડેવલપમેન્ટ કમિશનર એન્ડ એડિશનલ ડીજીએફટી વિરેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, મે-ર૦ર૧માં ભારતનું એક્સપોર્ટ ( export) ૬૯.૩પ ટકા વધી ગયું છે અને ચાલુ મહિનામાં એક્સપોર્ટ ૩ર.ર૭ બિલિયન ડોલરનું રહ્યું છે. ટ્રેડ ડેફિશિયટ પણ વધીને ૬.ર૮ બિલિયન ડોલરનો થઇ ગયો છે. એક્સપોર્ટની વાત કરીએ તો એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને જેમ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ ઘણું વધી ગયું છે. બધાં લાઇસન્સ ઓનલાઇન ઇશ્યુ ( online issue) કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ઇ–ગવર્નન્સનો મુખ્ય હેતુ ભારતમાંથી એક્સપોર્ટને વધારવાનો અને ટ્રેડ માટે સુવિધા ઉપલબ્ધ કરવાનો છે. નિર્યાત બંધુ સ્કીમ અંતર્ગત દરરોજ એક કલાક માટે નિર્યાતકારોની સમસ્યાઓને સાંભળવામાં આવે છે અને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.


ડેપ્યુટી ડીજીએફટી દીપક ઝાલાનીએ ફોરેન ટ્રેડ પોલિસી અંતર્ગત ઇ–ગવર્નન્સ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેમજ રિજિયોનલ ઓથોરિટી ઓફ સુરત–એક્સપોર્ટર આઉટરીચ પ્રોગ્રામ વિશે માહિતી આપતાં નિકાસ વિશે માહિતી આપી હતી અને ડીજીએફટી દ્વારા આયાતકારો તેમજ નિર્યાતકારોને પૂરી પાડવામાં આવતી પેપરલેસ ઇ–ગવર્નન્સ એન્ડ ટ્રેડ સુવિધા વિશે માહિતી આપી ઇ–સર્ટિફિકેટ ઓફ ઓરિજિન પ્લેટફોર્મ વિશે પણ વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે પ્રિફરેન્શિયલ અને નોન પ્રિફરેન્શિયલ એજન્સીઓ તેમજ જુદી–જુદી સ્કીમ વિશે માહિતી આપી હતી.

હેલ્પ ડેસ્ક પર પ્રતિદિન 1000 ક્વેરી આવે છે

ડેપ્યુટી ડીજીએફટી મોઇન અફેકે જણાવ્યું હતું કે, ડીજીએફટી, હેલ્પ ડેસ્ક દ્વારા પણ આયાતકારો અને નિર્યાતકારોને મદદરૂપ થાય છે. હેલ્પ ડેસ્ક ઉપર રોજની એક હજાર જેટલી ક્વેરી આવતી હોય છે અને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસ થાય છે. તેમણે નિર્યાતકારો અને આયાતકારોને આઇ.ઇ.સી. અપડેશન માટે અનુરોધ કરી નવી આઇટી સિસ્ટમ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં તેમણે ડેટા બેઇઝ એપ્રોચ અને ઓડિટ બેઇઝ એપ્રોચ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આયાતકારો અને નિર્યાતકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબ આપ્યા હતા.

Most Popular

To Top