Sports

અંડર 19 ક્રિકેટ વર્લ્ડકપ ફાઇનલ્સમાં ભારતની એન્ટ્રી, સચીન ધાસના બલ્લાએ બતાવ્યો કમાલ

બેનોની (સા.આફ્રિકા): પાંચ વખતની અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન (Under-19 World Championship) ભારતે ગઇ કાલે 6 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાને (South Africa) બે વિકેટથી હરાવ્યું અને નવમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમે બેનોનીમાં રમાયેલી રોમાંચક સેમીફાઈનલમાં (Semi-Finals) દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. મેચમાં કેપ્ટન ઉદય સહરાને (Captain Uday Sahra) 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને સચિન ધાસે (Sachin Dhase) 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

કેપ્ટન ઉદય સહારને 81 રન (124 બોલ)ની એકધારી ઇનિંગ રમી હતી. દરમિયાન કેપ્ટનને 96 રન (95 બોલ) સાથે સચિન ધાસનો ઉત્તમ સાથ મળ્યો. આ રીતે ભારતે 245 રનનો ટાર્ગેટ 7 બોલ પહેલા જ પૂરો કરી લીધો હતો. આ રોમાંચક મેચમાં એક સમયે ટીમ ઈન્ડિયાએ 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

અગાઉ સચિન ધાસે નેપાળ સામેની મેચમાં 117 રનની ઇનિંગ રમી હતી. એકંદરે સચિન અને ઉદયે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આવનારા સમયમાં તેઓ પણ ટીમ ઈન્ડિયામાં દાવેદારી નોંધાવી શકે છે. જો કે આ જોડીએ નેપાળ સામે ગત મેચમાં 200થી વધુ રનની ભાગીદારી કરી હતી. જ્યારે સાઉથ આફ્રિકા સામે આ જોડીએ 187 બોલમાં 171 રનની પાર્ટનરશીપ કરી અને અટવાયેલી મેચને જીતમાં ફેરવી દીધી હતી.

કોણ છે સચિન ધાસ જે સિક્સર મારવા માટે પ્રખ્યાત છે
સચિન ધાસ મહારાષ્ટ્રના બીડનો રહેવાસી છે. સચિને પૂણેમાં આયોજીત અંડર-19 ટૂર્નામેન્ટ દરમિયાન છગ્ગા મારવાની ક્ષમતાથી બધાને ચોંકાવી દીધા હતા. સચિનના છગ્ગાથી આયોજકો એટલા ચોંકી ગયા કે તેઓએ તેના બેટની તપાસ પણ કરી હતી.

2024માં અંડર-19 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર સચિન ધાસ બીજા ક્રમે છે. અત્યાર સુધી તેણે 6 મેચમાં 73.50ની એવરેજથી 294 રન બનાવ્યા છે. ભારતીય બેટ્સમેન મુશીર ખાન નંબર 1 પર છે. તેણે 6 મેચમાં 67.60ની એવરેજથી 338 રન બનાવ્યા છે.

સચિન ધાસની માતા સુરેખા ધાસ હાલ મહારાષ્ટ્ર પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (API) છે. તેમજ સચિનના પિતા યુનિવર્સિટી કક્ષાએ ક્રિકેટ રમી ચૂક્યા છે. સચિનની બહેન પ્રતિક્ષા પુણેમાં USPC પરીક્ષાની તૈયારી કરી રહી છે.

Most Popular

To Top