સુરત(Surat) : અમેરિકાએ (America) સુરત- મુંબઈની (Mumbai) ડાયમંડ જવેલરી (Diamond Jewelry ) કંપનીઓનાં કથિત રશિયા (Russia) સાથે કનેક્શનને લઈને ભારતીય હીરાના (Indian Diamond Retailer) વિક્રેતાઓને નિશાન બનાવ્યા છે. ભારતના હીરા ઉદ્યોગને (IndianDiamondIndustry) વધુ એક ઝટકો આપતા યુએસએ (US) ફંડ ફ્રીઝ (Fund Frieze ) કર્યું છે, અમેરિકાએ સુરત-મુંબઈની ડાયમંડ -જવેલરી કંપનીઓનું 215 કરોડનું ફંડ ફ્રીઝ કર્યું હોવાની ફરિયાદ જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને (GJEPC) કરી હોવાની વિગતો બહાર આવી છે.
- OFAC એ રશિયામાંથી રફ હીરાની આયાતમાં કથિત રીતે સંડોવાયેલી ડાયમંડ- જ્વેલર્સ કંપનીઓના ફંડ ટ્રાન્સફર અમેરિકાએ અટકાવી રાખ્યા
- GJEPC એ આ મામલો વાણિજ્ય મંત્રાલય અને UAEમાં ભારતીય દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો
- અમેરિકાએ જે ફંડ ફ્રીઝ કર્યું છે તે સુરત અને મુંબઈની ડાયમંડ જવેલરી કંપનીઓનું છે
રશિયન હીરા કંપનીઓ સાથે કથિત રીતે જોડાણને કારણે યુએસ ટ્રેઝરીએ ભારતીય વ્યવસાયીઓની માલિકીની દુબઈ સ્થિત ઑફશોર ફર્મ્સનું લગભગ 26 મિલિયન ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. રશિયન મીડિયાનાં એહવાલ મુજબ તાજેતરના મહિનાઓમાં ભારતીય કંપનીઓના ઓફશોર બેંક ખાતાઓમાં લાખો ડોલરનું ભંડોળ ફ્રીઝ કરવાના યુએસ ટ્રેઝરીના નિર્ણયથી ભારતીય હીરા ઉદ્યોગમાં તરલતાની સ્થિતિ પર અસર પડી રહી છે.
ભારતીય હીરાની કંપનીઓની માલિકીની દુબઈ સ્થિત ઓફશોર કંપનીઓ રશિયન મૂળના હીરાની આયાત કરવાને કારણે યુએસ ટ્રેઝરીની પ્રતિબંધ-અમલીકરણ એજન્સી ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા તપાસનો સામનો કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે આ કંપનીઓ દ્વારા કરવામાં આવતી ડોલરની ચૂકવણી થઈ શકી નથી, કારણ કે તેમના ‘નોસ્ટ્રો એકાઉન્ટ્સ’માં ભંડોળ સ્થિર થઈ ગયું છે.
ડાયમંડ વર્કર્સ એસોસિએશનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, ફંડનો અભાવ, પાશ્ચાત્ય પ્રતિબંધો કામદારોને અસર કરી રહ્યા છે. સ્થાનિક ઉદ્યોગ પશ્ચિમી પ્રતિબંધોને કારણે ભંડોળની અછતથી ઝઝૂમી રહ્યો છે, જેની સીધી અસર કામદારોના કલ્યાણ પર પડી છે. ઉદ્યોગમાં કામદારોને તેમના કામના કલાકો ઘટાડવા માટે કહેવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે.
“પહેલાં, અમે અઠવાડિયામાં છ દિવસ દિવસમાં 9-10 કલાક કામ કરતા હતા. પરંતુ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીને કારણે મોટાભાગના કામદારો હવે દિવસમાં 6-7 કલાક અને અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામ કરી રહ્યા છે.
નાના કારખાનાઓ બંધ થતાં તાજેતરના મહિનાઓમાં આર્થિક સંકટને કારણે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. 10 લાખથી વધુ ભારતીય કામદારો સુરત સહિત ગુજરાતમાં ડાયમંડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સીધા સંકળાયેલા છે. અહેવાલ મુજબ , રશિયન હીરાની નિકાસ પર જી7ના નિયંત્રણોને કારણે ગુજરાતમાં હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં છે .
વૈશ્વિક સ્તરે લગભગ 90 ટકા કાચા હીરાની પ્રક્રિયા ભારતમાં થાય છે , જેમાં ઉદ્યોગના અંદાજ મુજબ ગુજરાત વેપાર માટેના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે. લગભગ 30 ટકા હીરા રશિયાથી આયાત કરવામાં આવે છે. પરંપરાગત રીતે, આ હીરા પ્રોસેસ થયા પછી યુએસ, યુરોપિયન યુનિયનના દેશો અને અન્ય બજારોમાં નિકાસ કરવામાં આવે છે.
યુએસ અને યુકેએ ગયા વર્ષથી રશિયન મૂળના હીરાની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. બ્રસેલ્સની G7 નેતાઓની સમિટમાં ભારતે આ પ્રતિબંધોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે મે મહિનામાં બ્રસેલ્સમાં યોજાયેલી ભારત-EU ટ્રેડ એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલ (TTC) વાટાઘાટો દરમિયાન યુરોપિયન યુનિયન સાથે ભારતીય હીરા ઉદ્યોગની ચિંતાઓ પણ ઉઠાવી હતી.
યુએસ ટ્રેઝરીના OFAC દ્વારા ભારત સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં ફંડ ફ્રીઝ કર્યા હોવાના અહેવાલ વચ્ચે જીજેઈપીસીએ જણાવ્યું હતું કે તેઓએ આ મામલો ભારતીય વાણિજ્ય મંત્રાલય અને અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે.
OFAC ની ક્રિયાઓને કારણે રફ હીરાના વિક્રેતાઓ માટે ઇચ્છિત ચુકવણીઓ પૂર્ણ થઈ નથી. આ પગલાની અસર ભારતીય ડાયમંડ હાઉસની યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની પેટાકંપનીઓ પર જોવા મળી છે. જે રશિયન માઇન્સ પાસેથી રફની ખરીદી કરે છે. યુએસ સત્તાવાળાઓ દ્વારા સપ્લાયરોના નોસ્ટ્રો એકાઉન્ટ્સનું સંચાલન કરતી બેંકોને ફંડ ફ્રીઝ કરવા સૂચના આપવામાં આવી હતી, ત્યાંની બેંકો દ્વારા રેમિટન્સ કર્યું હતું તેમને લગભગ છ મહિનાથી ચૂકવણી મળી નથી. UAE સરકાર અને દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરે આ મામલો OFAC સાથે ઉઠાવ્યો છે,