Sports

BCCI નો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 2022-23 જાહેર, આ 17 ભારતીય મહિલા ક્રિકેટરોને મળ્યા ગ્રેડ

મુંબઈ: BCCI એ વર્ષ 2022-23 માટે મહિલા ક્રિકેટ ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ(Central Contract) ની જાહેરાત કરી દીધી છે. કુલ 17 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ઉપરાંત બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smruti Mandhana) અને ઓલ રાઉન્ડર દીપ્તિ શર્માને એ ગ્રેડમાં રાખવામાં આવી છે. જ્યારે બી ગ્રેડમાં પાંચ અને સી ગ્રેડમાં નવ ખેલાડીઓને રાખવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ એ ગ્રેડમાં રહેલી મહિલા ખેલાડીઓને વાર્ષિક રૂ.50 લાખ આપે છે. જ્યારે બી ગ્રેડમાં રાખવામાં આવેલી મહિલા ખેલાડીઓને 30 લાખ રૂપિયા અને સી ગ્રેડમાં શામેલ ખેલાડીઓને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ એમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માનો સમાવેશ થાય છે. જ્યારે બી ગ્રેડમાં મહિલા ક્રિકેટર રેણુકા ઠાકુર, જેમિમા રૌડ્રિંગ્સ, શેફાલી વર્મા, રિચા ઘોષ અને રાજેશ્વરી ગાયકવાડનો સમાવેશ થાય છે.

ગ્રેડ સીમાં મહિલા ભારતીય ક્રિકેટર મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, એસ મેઘના, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેયોલ અને યસ્તિકા ભાટિયા શામેલ છે. તો બીજી બાજુ પૂનમ યાદવ, મિતાલી રાજ, ઝૂલન ગોસ્વામી, તાનિયા ભાટિયા, પૂનમ રાઉત, શિખા પાંડે, અરૂંધતી રેડ્ડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.

7 નવા ખેલાડીઓને મળ્યો કોન્ટ્રાક્ટ
BCCI એ વર્ષ 2022-21ના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં 17 ખેલાડીઓને શામેલ કર્યા હતા પણ ગત કોન્ટ્રાક્ટનો ભાગ રહી ચૂકેલા 7 ખેલાડીઓને આ વર્ષે શામેલ કરવામાં આવ્યા ન હતા. આ ખેલાડીઓની જગ્યા પર નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. રેણુકા ઠાકુર, મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, સબ્બિનેની મેઘના, અંજલી સરવાની, રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ ન હતી પણ આ વર્ષે તેમણે કોન્ટ્રાક્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. રેણુકા એકમાત્ર ખેલાડી છે, જેણે સરળ બી ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જ્યારે અન્ય ખેલાડીઓને સી ગ્રેડમાં શામેલ કરવામાં આવ્યા છે.

જેમિમા રૌડ્રિંગ્સ અને ઋચા ઘોષ પહેલા સી ગ્રેડમાં હતી, આ બંન્નેને હવે બી ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમજ, રાજેશ્વરી ગાયકવાડને એ ગ્રેડથી બી ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. પૂજા વસ્ત્રાકરને પણ બી થી સી ગ્રેડમાં મોકલવામાં આવી છે. પૂર્વ કેપ્ટન મિતાલી રાજ અને ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી સંન્યાસ લઈ ચૂકી છે. આ કારણે આ બંન્ને મહિલા ક્રિકેટર પણ કોન્ટ્રાક્ટનો ભાગ નથી.

Most Popular

To Top