Sports

સાનિયા મિર્ઝાની ભાવુક વિદાય: છેલ્લાં ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં હારી

નવી દિલ્હી: ભારતીય ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું (Indian tennis star Sania Mirza) છેલ્લું ગ્રાન્ડ સ્લેમ (Grand Slam) જીતવાનું સુપનું તૂટી ગયું હતું. ભારતીય ટેનિસસ્ટર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા (Australia) ઓપનની મિક્સ ડબલ્સની ફાયનલમાં (Final) બ્રાઝિલની જોડી લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે સામે હારી ગયા હતા. લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે. ફાઈનલ મેચ બાદ જ્યારે સાનિયાને મેલબર્ન રોડ લેવર એરેનામાં ભાષણ માટે બોલાવવામાં આવી ત્યારે તે ભાવુક થઈ રડી પડી હતી. તેણે કહ્યું કે આ ખુશીના આંસુ છે. તેણે કહ્યું કે 18 વર્ષ પહેલા કરિયરની શરૂઆત મેલબર્નમાંથી જ થઈ હતી અને આ સફરને પૂરી કરવા માટે મેલબર્નથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. અને ત્યાર બાદ તે ભાવુક થઈ સૌનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ પોતાની નિવૃતિની જાહેરાત કરી દીધી હતી.

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન 2023 રમી હતી, જેમાં તે મિક્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચી હતી. તેનો પાર્ટનર રોહન બોપન્ના હતો. ફાઇનલમાં સાનિયાનો પરાજય થયો હતો. આ પછી તેની આંખમાંથી આંસુ છલકાયા આવ્યા હતા. ફાઇનલમાં સાનિયા અને રોહનની જોડીનો મુકાબલો બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે હતો. આ મેચમાં સાનિયા-બોપન્નાની જોડીને 6-7(2) 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાવુક સાનિયા આંસુ રોકી શકી નહીં
હાર બાદ રોહન બોપન્નાએ સાનિયાને તેની શાનદાર કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી, પરંતુ આ દરમિયાન સાનિયા પોતાના આંસુ રોકી શકી નહોતી. બોપન્નાએ કહ્યું કે સાનિયાએ દેશના ઘણા યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કર્યા છે. જ્યારે બોપન્ના વખાણ કરી રહ્યા હતા ત્યારે સાનિયા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ સરી આવ્યા હતા. પોતાની જાતને સંભાળીને, સાનિયાએ માઈક પકડીને બધાનો આભાર માન્યો હતો. તેમજ વિજેતા જોડીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ તેણે કહ્યું, ‘મારી પ્રોફેશનલ કરિયરની શરૂઆત 2005માં મેલબોર્નથી જ થઈ હતી. ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારી જગ્યા ન હોઈ શકે. અને તે ભાવુક થઈ રડી પડી હતી.

સાનિયાએ ઘણા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા
ભાવુક થયા બાદ સાનિયાએ પોતાની જાતને સંભાળી લીધી હતી અને પોતાના આંસુ લૂછતા તેણે કહ્યું, ‘જ્યારે સેરેના અહીં વિલિયમ્સ સામે રમી ત્યારે તે 18 વર્ષની હતી. 18 વર્ષ પહેલા કેરોલિના સામે રમી હતી. અહીં રમવું મારા માટે હંમેશા સન્માનની વાત રહી છે. તે મારા ઘર જેવું છે. જણાવી દઈએ કે સાનિયાએ મિક્સ ડબલ્સમાં 3 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. સાનિયાના છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાંથી ત્રણ મિક્સ ડબલ્સ છે, જે તેણે મહેશ ભૂપતિ (2009 ઓસ્ટ્રેલિયન ઓપન, 2012 ફ્રેન્ચ ઓપન) અને બ્રાઝિલના બ્રુનો સોરેસ (2014 યુએસ ઓપન) સાથે જીત્યા હતા. સાનિયાએ હિંગીસ (વિમ્બલ્ડન 2015, યુએસ ઓપન 2015 અને ઓસ્ટ્રેલિયન ઓપન 2016) સાથે તેના ત્રણેય મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા.

Most Popular

To Top