Sports

ઈંગ્લેન્ટ ટુર માટે ભારતીય ટીમની જાહેરાત, વૈભવ સૂર્યવંશીનો સમાવેશ, આ ખેલાડી કેપ્ટન…

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની U19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ 24 જૂનથી 23 જુલાઈ સુધી એક વોર્મ-અપ, પાંચ વન-ડે અને બે મલ્ટી-ડે મેચ રમશે. આ પ્રવાસ માટે 17 વર્ષીય આયુષ મ્હાત્રેને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. જ્યારે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. વૈભવ અને આયુષ બંનેએ IPLમાં ધૂમ મચાવી છે.

BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આ ટીમના ઉપ-કપ્તાનની જવાબદારી અભિજ્ઞાન કુંડુને આપવામાં આવી છે, તે વિકેટકીપર પણ છે. હરવંશ સિંહ બીજા વિકેટકીપર તરીકે ટીમમાં રહેશે. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જ્યાં અલંકૃત રાપોલને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આયુષ અને વૈભવ બંનેએ IPL 2025 માં પોતાના બેટથી જોરદાર પ્રભાવ પાડ્યો છે. આયુષે IPL 2025 ની 6 મેચોમાં 206 રન બનાવ્યા હતા. જ્યાં તેનો સરેરાશ 34.33 અને સ્ટ્રાઇક રેટ 187.27 છે. જ્યારે વૈભવ સૂર્યવંશીએ 7 મેચમાં 252 રન બનાવ્યા હતા અને તેમની સરેરાશ 36 અને સ્ટ્રાઇક રેટ 206.55 હતી.

બંને વચ્ચે બીજો એક મજબૂત સંબંધ છે. હકીકતમાં તે બંને ભારતીય ક્રિકેટ ટીમ માટે અંડર 19 ક્રિકેટમાં પણ રમી ચૂક્યા છે. ગયા વર્ષે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અંડર-19 એશિયા કપમાં રમી હતી ત્યારે બંને ખેલાડીઓએ ઇનિંગની શરૂઆત કરી હતી.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર 19 ટીમઃ આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજ સિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંઘ (વિકેટકીપર), આરએસ અંબરિશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, યુદ્ધજીત ગુહા , પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ ઈનાન, આદિત્ય રાણા, અનમોલજીત સિંહ

સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર)

ભારતીય અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

24 જૂન: વોર્મ-અપ મેચ – લોફબોરો યુનિવર્સિટી
27 જૂન: પહેલી વનડે – હોવ
30 જૂન: બીજી વનડે – નોર્થમ્પ્ટન
2 જુલાઈ: ત્રીજી વનડે – નોર્થમ્પ્ટન
5 જુલાઈ: ચોથી વનડે – વોર્સેસ્ટર
7 જુલાઈ: પાંચમી વનડે – વોર્સેસ્ટર
12-15 જુલાઈ: પહેલી મલ્ટી-ડે મેચ – બેકનહામ
20-23 જુલાઈ: બીજી મલ્ટી-ડે મેચ – ચેમ્સફોર્ડ

Most Popular

To Top