Business

શેરબજાર ક્રેશઃ એક ઝાટકે રોકાણકારોના 11 લાખ કરોડ ડૂબ્યા, ઘટાડા પાછળ આ કારણ જવાબદાર

શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર 4 માર્ચથી 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતા ભારતીય શેરબજાર હચમચી ગયું છે. સવારથી જ ઘટાડે શરૂ થયેલું બીએસઈ અને નિફ્ટીમાં બપોર સુધીમાં હડકંપ મચી ગયો હતો. બીએસઈ 1400 પોઈન્ટ સુધી ઘટી ગયું હતું.

બપોરે 12 કલાકે નિફ્ટી 430 પોઈન્ટ તુટીને 22119 પોઈન્ટ પર જ્યારે બીએસઈ 1400 પોઈન્ટ તુટી 73218 પર ટ્રેડ કરી રહ્યું હતું. એક્સિસ, રિલાયન્સ બધા જ શેર્સ રેડ ઝોનમાં છે. બીએસઈની માર્કેટ કેપ 393 લાખ કરોડથી ઘટીને 382 લાખ કરોડ પર પહોંચી છે. એટલે કે રોકાણકારોની મૂડીમાં 11 લાખ કરોડનો ઘટાડો થયો છે. અનેક શેર્સ 10 ટકાથી વધુ તૂટ્યા છે. ટ્રમ્પની ટેરિફ નીતિના લીધે બજાર તૂટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમેપ 4 માર્ચથી મેક્સિકો, કેનેડા અને ચીન પર 25 ટકા ટેરિફ લગાવવાનું એલાન કરતા બજાર તૂટ્યું છે.

આ અગાઉ સપ્તાહના છેલ્લાં ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા. બેન્કિંગ અને આઈટી ક્ષેત્રના મોટા શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ આવ્યું.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિવેદનો પર રોકાણકારો પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઉપરાંત GDP ડેટાની પણ રાહ જોવાઈ રહી હતી. બપોરે 12 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 1400 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી50 પણ 273 પોઈન્ટ ઘટ્યો હતો. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 7.16 લાખ કરોડ રૂપિયા ઘટીને 385.94 લાખ કરોડ રૂપિયા થયું. શેરબજારમાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે. 1996 પછી આ પહેલી વાર છે જ્યારે શેરબજારમાં સતત પાંચ મહિના સુધી ઘટાડો થયો છે.

Most Popular

To Top