Business

શેરબજારમાં હાહાકાર: માત્ર 3 દિવસમાં રોકાણકારોએ 12 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ: શેર માર્કેટ(Stock Market)ના રોકાણકારો(Investors)ના માત્ર 3 દિવસમાં 12 લાખ કરોડ ડૂબી ગયા છે. સોમવારે ચોથા કારોબારી દિવસે બજારમાં મોટો ઘટાડો(Down) નોંધાયો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન(Loss) થયું છે. આ નુકસાન શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડાને કારણે થયું છે. હકીકતમાં, સોમવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું મૂડીકરણ 22 સપ્ટેમ્બરના 2.81 લાખ કરોડથી ઘટીને 2.69 લાખ કરોડ થયું હતું. તેના કારણે રોકાણકારોને માત્ર ત્રણમાં 12 લાખ કરોડનું નુકસાન થયું છે. આજે BSE સેન્સેક્સ 953.70 પોઈન્ટ ઘટીને 57,145.22 પર અને NSE નિફ્ટી 311.05 પોઈન્ટ ઘટીને 17,016.30 પર બંધ રહ્યો હતો.

  • સેન્સેક્સ 953.70 પોઈન્ટ ઘટીને 57,145.22 પર બંધ રહ્યો
  • નિફ્ટી 311.05 પોઈન્ટ ઘટીને 17,016.30 પર બંધ રહ્યો
  • BSE પર લિસ્ટેડ કંપનીઓનું મૂડીકરણ ઘટીને 2.81 લાખ કરોડ થયું

સેન્સેક્સના શેરોમાં મારુતિ, ટાટા સ્ટીલ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક મુખ્ય ઘટ્યા હતા. બીજી તરફ એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને નેસ્લે ઉછાળા સાથે બંધ થયા હતા. અન્ય એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ નીચામાં બંધ રહ્યો હતો. યુરોપિયન શેરબજારો શરૂઆતના કામકાજમાં ડાઉનટ્રેન્ડમાં હતા. શુક્રવારે યુએસ માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.75 ટકા ઘટીને 85.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે નેટ રૂ. 2,899.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

અમેરિકન માર્કેટમાં આજે ઘટાડો
ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં સતત ત્રીજીવાર વધારા અને આગળ પણ વધારો કરશે તેવા સંકેતો બાદ અમેરિકન બજારો ધડામ કરીને તૂટી પડ્યા છે. પાછલા કારોબારી સત્રમાં પણ અમેરિકાના મુખ્ય ઇન્ડેક્સ પૈકી NASDAQ પર 1.80 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો અમેરિકાના પગલે પહેલાથી જ મંદીના ભણકારા સાંભળી રહેલા યુરોપમાં પણ તમામ બજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપમાં મુખ્ય બજારો પૈકી જર્મની સ્ટોક એક્સચેન્જ તેના છેલ્લા કારોબારી સત્રમાં 1.97 ટકા જેટલા મોટા કડાકા સાથે બંધ થયું છે. તો ફ્રાંસનું શેરબજાર 2.28 ટકાના ઘટાડા સાથે ધડામ કરતું તૂટી પડ્યું છે. તેવી જ રીતે લંડન સ્ટોક એક્સચેન્જ પણ 1.97 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.

એશિયન માર્કેટ પણ કક્ડભૂસ
વૈશ્વિક દબાણના પગલે આજે સપ્તાહના પહેલા દિવસે એશિયન માર્કેટ પણ ડાઉન રહ્યું છે. મોટાભાગના એશિયન બજારો આજે સવારે કડાકા સાથે ખૂલ્યા છે અને નુકસાનીમાં ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.92 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. તો જાપાનનો નિક્કેઈ 2.21 ટકાના જબ્બર કડાકા સાથે કારોબાર બાર કરી રહ્યો છે. આ ઉપરાંત હોંગકોંગનું શેરબજાર 1.18 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યું છે તો તાઈવાનનું બજાર 1.16 ટકાના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 2.30 જેટલા તગડા કડાકા સાથે કામ કરી રહ્યું છે.

Most Popular

To Top