Business

ટ્રમ્પના શપથ પછી ભારતીય શેરબજારમાં કડાકોઃ રોકાણકારોમાં સોંપો પડી ગયો

ભારતીય શેરબજારની મુવમેન્ટ મંગળવારે બદલાતી જોવા મળી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ આજે શેરબજાર ખુલ્યું ત્યારે બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ પાછલા બંધની સરખામણીમાં વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પરંતુ થોડીવારમાં આ પ્રારંભિક તેજીનું બાષ્પીભવન થયું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ કરતા જોવા મળ્યા.

માત્ર એક કલાકના ટ્રેડિંગ પછી શેરબજાર તૂટી પડ્યું અને સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો. સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ઉછાળા સાથે સેન્સેક્સ 830 પોઈન્ટ્સ લપસી ગયો હતો. BSE સેન્સેક્સે તેના અગાઉના 77,073 ના બંધ સ્તરથી વધીને 77,261.72 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું પરંતુ આ વધારો માત્ર થોડી મિનિટો માટે જ જોવા મળ્યો હતો.

અચાનક સેન્સેક્સમાં ઘટાડો શરૂ થયો અને 401.93 પોઈન્ટથી વધુ ઘટીને 76,671ના સ્તરે આવી ગયો. એટલું જ નહીં માત્ર એક કલાકના ટ્રેડિંગ દરમિયાન આ ઘટાડો વધુ વધ્યો.

સવારે 10.15 વાગ્યે, સેન્સેક્સ 834 પોઈન્ટ ઘટીને 76,239 ના સ્તરે પહોંચી ગયો હતો. સેન્સેક્સની જેમ NSE નિફ્ટીની મુવમેન્ટ પણ અચાનક બદલાઈ ગઈ. 23,421 પર ખુલ્યા બાદ તે 210 પોઈન્ટ લપસીને 23,127ના સ્તરે આવી ગયો હતો. ટ્રમ્પના શપથ પહેલા બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે શપથ પહેલા ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.

આ અગાઉ સોમવારે સેન્સેક્સ તેના અગાઉના બંધની સરખામણીમાં લગભગ 300 પોઈન્ટ વધીને 76,978.53 પર ખૂલ્યા બાદ લગભગ 700 પોઈન્ટ વધીને 77,318.94 પર પહોંચ્યો હતો અને અંતે 454.11 પોઈન્ટના ઉછાળા સાથે 77,073.44 પર બંધ થયો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટી ઇન્ડેક્સે પણ ગ્રીન ઝોનમાં ટ્રેડિંગ શરૂ કર્યું અને 23,391 સુધી કૂદકો માર્યો. અંતે નિફ્ટી 141.55 પોઈન્ટ વધીને 23,344.75 પર બંધ થયો હતો.

મંગળવારે શેરબજારમાં અચાનક આવેલા ઘટાડા વચ્ચે ઝોમેટોનો શેર ફરી ગગડ્યો હતો. આ સમાચાર લખ્યા ત્યાં સુધી ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેરમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્ટોક 8.40 % ઘટીને રૂ. 220.75 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઉપરાંત લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ અદાણી પોર્ટ્સ શેર (1.37%) અને રિલાયન્સ શેર (1.37%) ડાઉન ટ્રેડ થઈ રહ્યા હતા.

Most Popular

To Top